WatchGujarat. દેશના 32 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ આ પૈકી 6 બાળકો સાથે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી વાત કરી તેમના કિસ્સા જાણ્યા હતા. જેમાં શહેરનાં 17 વર્ષના દિવ્યાંગ ઇન્ટરનેશનલ સ્વિમર મંત્ર જીતેન્દ્રભાઇ હરખાણી સાથે PM મોદીએ ચર્ચા કરી હતી. જેમાં વડાપ્રધાને મંત્રને ગાંઠિયા લઈને આવવા કહ્યું હતું. જેના જવાબમાં મંત્રએ જલેબી-ગાંઠિયા ખવરાવવાનો વાયદો કરતા PM પણ હસી પડ્યા હતા.
વડાપ્રધાને મંત્ર સાથે કરેલી વાતચીત
વડાપ્રધાનઃ મંત્ર કેમ છો, મજામાં
મંત્રઃ હા સર
વડાપ્રધાનઃ તારી સાથે કોણ કોણ છે?
મંત્રઃ મારી સાથે પપ્પા અને મમ્મી છે
વડાપ્રધાનઃ પપ્પાનું નામ શું?
મંત્રઃ જીતેન્દ્રભાઇ
વડાપ્રધાનઃ અને મમ્મીનું?
મંત્રઃ બીજલબેન
વડાપ્રધાનઃ તે લોકો તો મને ફરિયાદ કરે છે કે મંત્ર અમારૂ માનતો નથી, મંત્ર ઘરમાં ઝઘડા કરે છે, એ વાત સાચી છે?
મંત્રઃ હું ઝઘડા કરતો નથી.
વડાપ્રધાનઃ મંત્ર હું વડનગરમાં હતો ત્યારે મિત્રો સાથે તળાવમાં તરતો હતો પણ તમે તો એક એથ્લીટ છો
તો તમારૂ લક્ષ્ય શું છે
મંત્રઃ હું વર્લ્ડનો સૌથી મોટો સ્વિમર બનવા માગુ છું, તમારી જેમ બનવા માગુ છું અને દેશની સેવા કરવા
માગુ છું.
વડાપ્રધાનઃ તમારા માતા-પિતા માટે તમે એક પ્રેરણા બની ગયા છો અને તમારા જેવા બાળકોના માતા-પિતા માટે તમારા માતા-પિતા પ્રેરણા બની ગયા છો. તમે મને મળવા માગતા હતા તો હું ગુજરાત આવું
ત્યારે મળશો.
મંત્રઃ જરૂર, ચા પીવડાવીશ
વડાપ્રધાનઃ તો રાજકોટના ગાંઠિયા લઇને આવવું પડશે.
મંત્રઃ સર તમે આવો હું જલેબી-ગાંઠીયા લઇને આવીશ.
ઉલ્લેખનીય છે કે, મંત્ર જન્મથી દિવ્યાંગ (બોર્ન ડાઉન સિન્ડ્રોમ) હોવાની સાથે ઇન્ટરનેશનલ સ્વીમર છે. અને દેશનો એકમાત્ર દિવ્યાંગ સ્વીમર હોવાનું બિરૂદ તેમણે મેળવ્યું છે. 10 વર્ષની ઉંમરથી સ્વિમિંગ શીખવાનું શરૂ કરનાર મંત્ર 2016ના વર્ષમાં નેશનલ ઓલમ્પિક્સમાં સિલેક્ટ થયો હતો. આ સ્પર્ધા મુંબઇમાં યોજાઇ હતી જેમાં તેણે બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
આ ઉપરાંત ગોવા, તેલંગાણા તેમજ રાજસ્થાનમાં થયેલા નેશનલ કેમ્પસમાં મંત્રનું સિલેક્શન થયું હતું. એટલું જ નહીં વર્ષ 2019માં અબુધાબીમાં સ્પેશિયલ ઓલમ્પિક્સ યોજાઇ હતી. ત્યારે દિલ્હીથી અબુધાબી ગયો હતો. અહીં તેણે 15 મીટર બેક સ્ટ્રોકમાં એક અને 15 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં એક એમ કુલ બે ગોલ્ડ મેડળ મેળવ્યા હતા. જેને લઈને તેને બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે.
મંત્રનાં પિતા જીતેન્દ્રભાઈનાં કહેવા મુજબ, તેનો જન્મ થયો ત્યારે તે બોર્ન ડાઉન સિન્ડ્રોમ બોય હોવાથી તેનો વિકાસ સામાન્ય બાળકો કરતા ધીમો થવા અંગે જાણ થઈ હતી. જોકે અમારા પરિવારે તેને પૂરતો સપોર્ટ કર્યો છે. તેમજ સતત તેની મુશ્કેલી ઓછી કરવા પરિવારના તમામ સભ્યો કાર્યરત રહે છે. જેને પગલે જ તેણે 17 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે. વડાપ્રધાન સાથે વાત કરવા બદલ કલેક્ટર રેમ્યા મોહને પણ મંત્રને અભિનંદન પાઠવ્યા છે. તો મંત્રએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન સાથે વાત કરીને મને ખુબ ખુશી મળી છે.