WatchGujarat. તૌકતે વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઇ હતી. જેનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ભાવનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીને આવકારવા માટે રાજ્યના મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હવાઇ સરવે બાદ રાહત પેકેજની જાહેરત થઇ શકે છે.

તૌકતે વાવાઝોડુ પસાર થયાના બીજા દિવસે પ્રધાનમંત્રી ગુજરાત ખાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના  હવાઈ નિરીક્ષણ માટે ભાવનગર  એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ભાવનગર હવાઈ મથકે  મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ભાવનગર ના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઇ સર્વેક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી સહિત રાજ્યના ઉચ્ચ પદાધીકારીઓ સાથે મીટીંગ યોજશે. ચર્ચા વિચારણા બાદ વાવાઝોડાની તારાજીની સામે રાહત પેકેજ જાહેર કરે તેવી પ્રબળ શક્યતા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud