• ગુજરાતને સ્પેશિયલ કેટેગરી અંતર્ગત ‘પોલિસી ઇનિસિએટિવ એવોર્ડ’ એનાયત કર્યો
  • દરેક રાજ્યમાં 12 માસમાં 1000 ઘર બનાવી શકાશે.

#Rajkot - PM મોદીની સતત બીજા દિવસે વર્ચ્યુઅલ હાજરી, 118 કરોડનાં 'લાઈટ હાઉસ પ્રોજેક્ટ'નો કર્યો શિલાન્યાસ, કહ્યું- નવી ટેકનોલોજીથી ઝડપી-સસ્તા મકાન બનશે

WatchGujarat. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત બીજા દિવસે વર્ચ્યુઅલ રીતે રાજકોટમાં હાજર રહ્યા હતા. અને રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ઈનોવેટીવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીથી 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર કુલ 1144 આવાસનો વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી શિલાન્યાસ કર્યો હતો. સાથે જ ગુજરાતને સ્પેશિયલ કેટેગરી અંતર્ગત ‘પોલિસી ઇનિસિએટિવ એવોર્ડ’ એનાયત કર્યો હતો. આ તકે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઝડપી અને સસ્તા મકાન બનશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લાઈટ હાઉસ પ્રોજેકટ દ્વારા નિર્માણ પામનાર આવાસ વધુ સારી ગુણવત્તાનાં હોવા છતાં તેને બનાવવામાં સમય ઓછો લાગે તેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીથી ઘર ઝડપથી બનવાની સાથે સાથે પ્રમાણમાં સસ્તું પણ બનશે. દરેક રાજ્યમાં 12 માસમાં 1000 ઘર બનાવી શકાશે. આ પ્રોજેકટથી આપણા એન્જીનિયરોને પણ નવું શીખવા મળશે. અને દેશના લોકોને દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજીનાં ઘર મળી શકશે.

#Rajkot - PM મોદીની સતત બીજા દિવસે વર્ચ્યુઅલ હાજરી, 118 કરોડનાં 'લાઈટ હાઉસ પ્રોજેક્ટ'નો કર્યો શિલાન્યાસ, કહ્યું- નવી ટેકનોલોજીથી ઝડપી-સસ્તા મકાન બનશે

આ અભિયાન હેઠળ પાંચ સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગનું સૌથી મોટું સ્વપ્ન પોતાનું ઘર બનાવવાનું હોય છે. આ સપનાને સાકાર કરવાની દિશામાં ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમજ 2022 સુધીમાં તમામને ઘરનું ઘર આપવાની દિશામાં સરકાર ઝડપથી કામ કરી રહી છે. અને 6 વર્ષમાં સામાન્ય માનવીને પણ ભરોસો આવ્યો છે કે, તેનું પણ ખુદનું ઘર હશે.

ગરીબોને અપાનાર આવાસમાં પાણી, વીજળી સહિત તમામ જીવન જરૂરી સુવિધાઓ મળી રહે તેનું ધ્યાન પણ સરકાર રાખી રહી છે. રાજ્યોનો પણ આભાર વ્યક્ત કરું છું કે, જેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને ઘરનું ઘર આપવાનાં સતત પ્રયાસો કરી રહ્યા છે. કોરોના સંકટ દરમિયાન સરકારે હોમ લોનનાં વ્યાજદરમાં ઘટાડો કરવા સહિતના વિવિધ પગલાંઓ પણ ભર્યા છે. #PM Modi

પ્રધાનમંત્રી મોદીનાં હસ્તે ગુજરાત સરકારને મળ્યા આ એવોર્ડ

દેશના પ્રત્યેક પરિવારને 2022 સુધીમાં પોતાનું પાકુ ઘર મળે તે ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે ‘હાઉસિંગ ફોર ઓલ બાય 2022’ મિશન હાથ ધર્યું છે. જે અંતર્ગત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામાન્ય નાગરિકોને પરવડે તેવી કિંમતે આવાસોનું નિર્માણ કરવા પ્રોત્સાહન માટે પ્રતિવર્ષ આ એવોર્ડ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) એવોર્ડ-2019 અંતર્ગત સ્પેશ્યલ એવોર્ડ કેટેગરીમાં ગુજરાતને ‘પોલિસી ઈનિશિયેટીવ્સ’, ‘બેસ્ટ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ઓન પ્રાઈવેટ લેન્ડ’ અને ‘બેસ્ટ ઈન-સીચ્યુ સ્લમ રીહેબિલિટેશન પ્રોજેક્ટ’ માટે એવોર્ડ પ્રાપ્ત થયા છે. #PM Modi

જાણો શું છે ‘લાઈટ હાઉસ આવાસ યોજના’ તેમજ કેવી છે વિશેષતાઓ

કેન્દ્ર સરકારના મીનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરીને ભારતમાં જ અનુકુળ તેવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી. અને આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો ગુજરાત ના રાજકોટ, ઉત્તરપ્રદેશનાં લખનઉ, ઝારખંડનાં રાંચી, ત્રિપુરાનાં અગ્રતલા, એમપીનાં ઇન્દોર અને તમિલનાડુ નાં ચેન્નાઈની પસંદગી કરવામાં આવી છે. #PM Modi

આ પ્રોજેકટ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીની નિમણુંક પણ કરી લેવામાં આવી છે. સમગ્ર કામગીરી MOUHA (મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ)ના વડપણ હેઠળ BMTPC (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ મનપા દ્વારા સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. #PM Modi

આ પ્રકારના ખાસ આવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.5 લાખની સહાય આપવાની સાથે નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર પ્રતિ આવાસ રૂ.4.00 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશનની ગ્રાન્ટ આપશે. જે અંતર્ગત રૂ. 118 કરોડના ખર્ચે EWS-II (40.00 ચો.મી.) પ્રકારના 1144 આવાસો (G 13) નું નિર્માણ કરવામાં આવશે. રૈયા સ્માર્ટ સિટીના ટી.પી. સ્કીમ નં 32 માં 45 મી. રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થશે. #PM Modi

 

More #PM Modi #virtually #presence #second day #inaugurate #light house #project #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud