• એક યુવાનને પોલીસ ઘરમાંથી ઢસડીને બહાર લાવી અટકાયત કરી
  • ભાજપના મહિલા અગ્રણી સાથે પોલીસે ઝપાઝપી કરી મહિલા સહિત 10 શખ્સની અટકાયત કરતા વાતાવરણ તંગ બન્યું
  • સોની પરિવાર તરફથી વચ્ચે પડવા ગયેલા એક પત્રકારને પણ ઢોર માર મારવામાં આવ્યો
  • ઘટના અંગે જાણ થતા ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને મળવા માટે કચેરીએ પહોંચ્યા

WatchGujarat. પ્રહલાદ પ્લોટમાં રહેતા અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી ધર્મેશ બારભાયાનું નિવેદન લેવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઇ હતી. પરંતુ સોની પરિવારે ક્રાઇમ બ્રાન્ચના PSI સુમરા સાખરા અને કોન્સ્ટેબલને રૂમમાં પુરી દીધા હતા. બાદમાં પોલીસના ધાડેધાડા ઉતારી PSI અને કોન્સ્ટેબલને મુક્ત કરાવ્યા હતા. પોલીસે મહિલા સહિત 10 શખ્સની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. અટકાયત કરતી વખતે પોલીસ અને સોની પરિવાર વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ ઘટના અંગે જાણ થતા ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને મળવા માટે કચેરીએ પહોંચ્યા હતા. જો કે પોલીસ તંત્ર તરફથી સમગ્ર બનાવને લઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તો બીજી તરફ સોની સમાજમાં પણ રોષ જોવા મળ્યો છે. સોની સમાજે પોલીસ પર બળ પ્રયોગ કરવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં પોલીસ સાથે સોની પરિવારે મારામારી કરી હતી. એક યુવાનને પોલીસ ઘરમાંથી ઢસડીને બહાર લાવી અટકાયત કરી હતી. સોની સમાજના ભાજપના મહિલા અગ્રણી સાથે પણ પોલીસે ઝપાઝપી કરી હતી. મહિલા સહિત 10 શખ્સની અટકાયત કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસ સોની પરિવારની અટકાયત કરી રહી ત્યારે ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

મહિલા સહિત 10 શખ્સની પોલીસે અટકાયત કર્યા બાદ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. પોલીસે આરોપી સહિત મહિલા અને પરિવારની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. આરોપી ધર્મેશ બારભાયાએ કરેલા છેતરપિંડીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ તેમનું નિવેદન નોંધવા ગઇ હતી. પરંતુ સાથ સહકાર આપવાને બદલે આરોપીના પરિવારે PSI અને કોન્સ્ટેબલને રૂમમાં પુરી દીધા હતા. આ મામલે સોની પરિવાર તરફથી વચ્ચે પડવા ગયેલા એક પત્રકારને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud