• ભગવતીપરામાં 70 વર્ષથી રહેતા લોકોને કોર્પોરેશને 4 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ ફટકારી
  • ‘આપ’ નાં કાર્યકરો અને સ્થાનિકો સહિત 5થી વધુ લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા
  • મ્યુ. કમિશ્નરને નોટિસ રદ્દ કરવા અથવા ભોગ બનનાર લોકોને વૈકલ્પિક જગ્યા આપવા માટે રજુઆત કરવામાં આવનાર છે

WatchGujarat. શહેરનાં ભગવતીપરામાં 70 વર્ષથી રહેતા લોકોને કોર્પોરેશને 4 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ ફટકારી હતી. જેને લઈને આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં સ્થાનિકોને સાથે લઈને મનપા કચેરીએ મ્યુ. કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. દરમિયાન સૂત્રોચ્ચાર – દેખાવો થતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ‘આપ’ નાં કાર્યકરો અને સ્થાનિકો સહિત 5થી વધુ લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા છે. અન્ય પ્રદર્શન કરનારા તમામની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

આ અંગે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર-4નાં રાહુલ ભુવાએ જણાવ્યું હતું કે, ભગવતીપરાનાં નીચાણવાળા વિસ્તારનાં લોકોને નોટિસ આપવામાં આવી છે. જેમાં 70 વર્ષથી અહીં રહેતા લોકોને મકાન ખાલી કરવાનું જણાવાયું છે. હાલ કોરોના કાળને લઈને ધંધા તેમજ રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે અતિ સામાન્ય કહી શકાય તેવા આ લોકોને નોટિસ ફટકારવામાં આવતા તેઓની હાલત કફોડી બની ગઈ છે.

આ મુદ્દે મ્યુ. કમિશ્નરને નોટિસ રદ્દ કરવા અથવા ભોગ બનનાર લોકોને વૈકલ્પિક જગ્યા આપવા માટે રજુઆત કરવામાં આવનાર છે. જો કે આમ આદમી પાર્ટી અને સ્થાનિક લોકો આવી કોઈ રજુઆત કરવા પોલીસ સુધી પહોંચે તે પહેલાં જ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. અને ‘આપ’ કાર્યકરોનાં કાંઠલા પકડીને અટકાયત કરવામાં આવી હતી. જેને પગલે ‘આપ’નાં આગેવાનો એ-ડિવિઝન પોલીસને રજુઆત કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud