• આફત સમયે સહાયની સરવાણી હંમેશા રાજકોટની ખમીરવંતી પ્રજાથી જ થઇ છે
  • તૌકતે વાવાઝોડામાં શહેરમાં અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા તેમજ ઘર-પરિવાર છોડીને સતત 48 કલાક ખડેપગે રહી
  • ઉના-ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં અનેક ગરીબ તેમજ શ્રમિક પરિવારના ઝૂંપડા, આવાસ તહસનહસ થઇ ગયા

WatchGujarat. દિવસ-રાત જોયા વિના અને પરિવારની પણ ચિંતા કર્યા વગર જ મુશ્કેલીનાં સમયમાં સતત ખડેપગે રહેતી શહેર પોલીસે માનવીય અભિગમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેર પોલીસ દ્વારા વાવાઝોડા અસરગ્રસ્તો માટે 10દિવસ ચાલે તેવી 500 રાશન કીટ તૈયાર  કરવામાં આવી છે. જેમાં તેલ-ઘઉં, ચોખા, મીઠું, મરચું, ડુંગળી, બટેટા, હળદર અને માચીસ સહિત કુલ 13 વસ્તુઓ મુકવામાં આવી છે. પોલીસ સ્ટાફ દ્વારા શ્રમદાનથી અસરગ્રસ્તોને 10 દિવસ ચાલે તેવી 500 રાશનકીટનું વિતરણ કરીને પોલીસ પ્રજાના મિત્ર જ નહીં પરિવારના સભ્ય પણ છે એવું સાબિત કરી દીધું છે.

રાજકોટ શહેર હંમેશાથી રંગીલું ગણાય છે. છતાં કોઈ ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી કુદતતી આફતો હોય કે કોરોના જેવી મહામારી, આવા સમયે શ્રમદાનથી લઈ ફૂડ પેકેટ સુધીની સહાયની સરવાણી હંમેશા રાજકોટની ખમીરવંતી પ્રજાથી જ થઇ છે. આવા સમયે માત્ર પ્રજા નહીં પોલીસે પણ ફરજ નિષ્ઠા સાથે માનવતાની મહેક પ્રસરાવી છે. તાજેતરના વિનાશક તૌકતે વાવાઝોડામાં શહેરમાં અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા તેમજ ઘર-પરિવાર છોડીને સતત 48 કલાક ખડેપગે રહેનાર તૌકતે વાવાઝોડામાં ભોગ બની શકે એવા વિસ્તારોના રહેવાસીઓને પોલીસે તંત્રની મદદથી શાળા-કોમ્યુનિટી હોલમાં ખસેડીને રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી.

આ સમયે જાનહાની ટાળવા ખુદ પોલીસ કમિશ્નર પણ રસ્તા ઉપર ઉતર્યા હતાં. અને  લોકોને બે દિવસ સુધી ઘરની બહાર નહીં નિકળવા સમજાવ્યા હતા. જો કે આમ છતાં ઉના-ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં અનેક ગરીબ તેમજ શ્રમિક પરિવારના ઝૂંપડા, આવાસ તહસનહસ થઇ ગયા છે. આવા અસરગ્રસ્તોને સહાય કરવાનો ઉમદા વિચાર પોલીસને આવ્યો હતો. જેને લઈ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સહિતના અધિકારીઓ દ્વારા રાશનકીટ વિતરણ કરવાનો નિર્ણય કરાયો હતો.

રાશનકીટમાં 10 દિવસ ચાલે તેટલી આ 13 વસ્તુઓ અપાઈ

– 1 લીટર તેલ

– 5 કિલો ઘઉંનો લોટ

– 2 કિલો ખીચડી

– 1 કિલો ગોળ

– 100 ગ્રામ હળદર

– 100 ગ્રામ મરચું

– 1 કિલો નમક

– 1 કિલો ખાંડ

– 250 ગ્રામ ચા

– 2 કિલો બટેટા

– 1 કિલો ડુંગળી

– મીણબત્તી એક પેકેટ

– માચીસ 5 નંગ

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud