• અગાસીએ ડીજે કે સાઉન્ડ સિસ્ટમ ન વગાડવું, જાહેર માર્ગો ઉપર પતંગ ન ચગાવવી, તેમજ સોશિયલ ડિસ્ટન્સનોનું પાલન કરવું પડશે
  • જાહેરનામાંનો કડક અમલ કરાવવા માટે પોલીસ દ્વારા ડ્રોનથી પેટ્રોલીંગ કરશે

WatchGujarat. કોરોના મહામારી વચ્ચે ઉતરાયણ પર્વ સંદર્ભે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અગાસીએ ડીજે કે સાઉન્ડ સિસ્ટમ ન વગાડવું, જાહેર માર્ગો ઉપર પતંગ ન ચગાવવી, તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થશે તો જે-તે સોસાયટીનાં સેક્રેટરી સામે ગુનો નોંધવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. જાહેરનામાંનો કડક અમલ કરાવવા માટે પોલીસ દ્વારા ડ્રોનથી પેટ્રોલીંગ કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે.

જાહેરનામામાં વધુમાં જણાવ્યા અનુસાર, દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સાવચેતી એ જ એક ઉપાય હોવાથી લોકોને ઉતરાયણ પર્વમાં પણ સાવધાન રહેવું જરૂરી છે. ત્યારે ઘરની અગાસી ઉપર પણ ઘરના સભ્યો સિવાય બહારની કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન આપવો, અને જાહેર રોડ ઉપર, ફૂટપાથ ઉપર પતંગ ન ચગાવવી, પતંગ લૂંટવા ઝાડી, ઝાંખળા વાળા બમ્બુ, લોખંડના પાઇપનો ઉપયોગ ન કરવો, રસ્તાઓ ઉપર દોડાદોડી ન કરવી, ઇલેક્ટ્રિકના વાયર હોય તો તેનાથી દૂર રહેવા પણ જણાવાયું છે.

આ ઉપરાંત ચાઈનીઝ દોરીથી લોકોને કે પક્ષીઓને પણ જાનહાની થતી હોવાથી તેનો ઉપયોગ ન કરવો, તેમજ ચાઈનીઝ તુક્કલ ન ઉડાડવા, પતંગ ઉડાડતી વખતે માસ્ક પહેરવું, સેનેટાઇઝર રાખવું, ભીડ એકઠી થતી હોવાથી ડીજે કે સાઉન્ડ સિસ્ટમ ન વગાડવું, ફ્લેટ કે સોસાયટીમાં વધુ લોકો એકઠા થાય અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ પોલીસ કમિશ્નરે જણાવ્યું છે.

જાહેરનામાનો અમલ કરાવવા માટે પોલીસ સીસીટીવી એન્ડ કમાન્ડ કંટ્રોલરૂમ મારફતે પણ ખાસ બાજનજર રાખશે. સાથે જ ડ્રોનથી પણ પેટ્રોલીંગ કરવામાં આવશે જેથી શહેરીજનો સાવચેતી રાખી તહેવારની ઉજવણી કરે અને પોલીસને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. સાથે જ કોઈ સ્થળે સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તો સોસાયટીના સેક્રેટરી સામે કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાનો ઉલ્લેખ આ જાહેરનામામાં કરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud