• જિલ્લામાં 12 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી
  • પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

#Rajkot - જિલ્લાનાં ફાર્મહાઉસ પર રહેશે પોલીસની નજર, બ્રેથ એનેલાઈઝરથી કરાશે ચેકીંગ : SP બલરામ મીણા

WatchGujarat. Rajkot – આગામી 31st ડિસેમ્બરને લઈને જિલ્લા પોલીસ સતર્ક બની ગઈ છે. જે અંતર્ગત જિલ્લામાં 12 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અને ફાર્મહાઉસ તેમજ કારખાનાઓમાં સઘન ચેકીંગ કરવામાં આવનાર હોવાનું અને દારૂની મહેફિલ કરનાર સામે કડક પગલાં ભરવામાં આવનાર હોવાનું પણ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. સાથે પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ પણ આપ્યો હતો.

બલરામ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં તો રાત્રીના નવ વાગ્યાથી કર્ફ્યૂ છે. જેને લઈને શહેરીજનો જિલ્લા વિસ્તારનાં ફાર્મહાઉસ અને કારખાનામાં પાર્ટી યોજે તેવી સંભાવનાઓને લઈને પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવનાર છે. જે અંતર્ગત રાજકોટના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પણ વાહનોનું ચેકિંગ કરવામાં આવશે. તેમજ LCBની ત્રણ ટીમ અને તમામ પોલીસ સ્ટેશનની ટીમ તૈનાત કરવામાં આવશે. દારૂના નશામાં ધૂત લોકો સામે કડક કાર્યવાહી કરાશે. 31st નાં રોજ બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરવા માટે વધુ સિરિન્જની માંગ કરવામાં આવી છે. #Rajkot

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા રાજ્ય સરકારે અગાઉથી કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ રાત્રીના નવથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી છે. ઉપરાંત લગ્ન કે અન્ય કોઇપણ સમારોહમાં 200થી વધુ લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ છે. તેમજ જે સ્થળે અગાઉથી મંજૂરી લઇને આયોજન કરવાનું હોય તે સ્થળે ક્ષમતા કરતા 50 ટકા લોકો જ હાજર રાખવાનાં આદેશ આપવામાં આવ્યા છે. જો કે હજુ સુધી 31stની પાર્ટી યોજવા માટેની કોઈપણ મંજૂરી માંગતી અરજી પોલીસને મળી નથી.

 

More #Police #strict #deployment #New year #Celebration #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud