ચુંટણી ટાણે બે પક્ષોના ઉમેદવારો સામે સામે આવી જતા મચ્યું ધમાસાણ
ઉમેદવારોની લડાઇમાં વચ્ચે પડી આસપાસના લોકોએ છોડાવવાના પ્રયત્નો કર્યા
રાજકારણમાં ગળાકાપ હરિફાઇને પરિણામે મારામારી થઇ હોવાનું તારણ
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે. જે અંતર્ગત આજે જિલ્લા-તાલુકા પંચાયત માટે ફોર્મ ચકાસણીની કાર્યવાહી ચાલી રહી છે. મોરબી શહેરનાં તાલુકા સેવા સદન ખાતે પણ ફોર્મ ચકાસણી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે આ દરમિયાન ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસનાં આગેવાન કનુભાઈ લાડવા વચ્ચે છુટ્ટા હાથની જામી પડી હતી. જો કે મામલો બિચકે તે પહોલા ત્યાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ બન્ને જૂથના લોકોને છૂટા પાડ્યા હતા.
[embed]https://youtu.be/BKl57Fud3Qk[/embed]
જાણવા મળતી વિગત મુજબ ભાજપના વોર્ડ નંબર-1 ના ઉમેદવાર અને મોરબી પાલીકા પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડીયા અને કોંગ્રેસના વોર્ડ નંબર-1ના વોર્ડ પ્રમુખ કનુભાઈ લાડવાની વચ્ચે ગઇકાલે ગરમા ગરમી થયા બાદ સામસામી ધમકીઓ આપવામાં આવી હતી. અને આજે તે બંને લાલબાગ સેવાસદને સામસામે ભેગા થઇ જતા બંને વચ્ચે પુન: ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમજ મામલો ઉગ્ર બનતા મારામારી થઇ હતી. એટલું જ નહીં બંને પક્ષના કાર્યકરો પણ સામસામે આવી ગયા હતા.
જો કે સ્થળ પર હાજર લોકોએ તરત પોલીસને જાણ કરી હતી. જેને પગલે બી-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને બંને પક્ષોને શાંત પાડવામાં આવ્યા હતા. બાદમાં બંનેને બી-ડિવિઝન પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મોરબી પ્રાંત અધિકારી ડી એન ઝાલા પર પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. અને તેમના દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત નહીં ગોઠવવાનાં કારણે મામલો વધુ બીચકયો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. એટલું જ નથી પ્રાંત અધિકારીએ મીડિયા પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.

[embed][/embed]