• કોંગ્રેસના વોર્ડ નં 7ના ઉમેદવાર આજે મતદાન મથક ખાતે રણજીત મુંધવાએ સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવને મતદાન મથક પર પગે લાગી ભેટી પડ્યા
  • ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને વોર્ડ નંબર 9ના ઉમેદવાર પુષ્કર પટેલ પરિણામોની તમામ ચિંતાઓ છોડીને ક્રિકેટ રમતા જોવા મળ્યા

WatchGujart. કોર્પોરેશનની ચૂંટણીને લઈને મતદાન કરાઈ રહ્યું છે. જેમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 25% મતદાન થયું છે. જેમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવે, લોકગાયક કીર્તિદાન ગઢવી સહિતનાં સેલોબ્રિટીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો કોંગ્રેસનાં ઉમેદવાર રણજીત મૂંધવા વોર્ડ નંબર 7નાં મતદાન મથક ખાતે ભાજપનાં પ્રવક્તા રાજુ ધ્રુવને પગે લાગી ગળે મળ્યા હતા. જ્યારે ભાજપનાં શહેર પ્રમુખ અને વોર્ડ નંબર 9નાં ઉમેદવાર પુષ્કર પટેલ બધી ચિંતા છોડીને ક્રિકેટ રમતા નજરે પડ્યા હતા.

રાજકોટ સહિત દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા હાસ્ય કલાકાર સાંઈરામ દવે પણ પરિવાર સાથે વોર્ડ નંબર 10નાં અનિલ જ્ઞાન મંદિર ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. અને મતદાન સમયે આંગળી પર કરવામાં આવતા નિશાનને લોકશાહીની મહેંદી ગણાવી લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. બીજીતરફ લોક ગાયક કીર્તિદાન ગઢવી પણ માધાપર ચોકડી નજીકની સહજાનંદ સ્કૂલમાં પહોંચ્યા હતા. અને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. સાથે જ લોકોને મતદાન કરીને લોકશાહી પર્વમાં સહભાગી બનવાની અપીલ કરી હતી.

કોંગ્રેસના વોર્ડ નં 7ના ઉમેદવાર આજે મતદાન મથક ખાતે રણજીત મુંધવાએ સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવને મતદાન મથક પર પગે લાગી ભેટી પડ્યા હતા. અને ચૂંટણીમાં વિજય થવાના આશીર્વાદ પણ માગ્યા હતા. જો કે પ્રથમ તો કોંગી ઉમેદવારના અચાનક ભેટી પડવાથી રાજુ ધ્રુવ સ્તબ્ધ થઈ ગયા હતા. પરંતુ બાદમાં બંને એકબીજાને ગળે મળ્યા હતા. એટલું જ નહીં ભાજપના વોર્ડ નં 7ના ઉમેદવાર નેહલ શુક્લ અને કોંગ્રેસનાં ઉમેદવાર રણજીત મુંધવાએ પણ એકબીજાને વિજયી થવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

મતદાનને લઈને તમામ રાજકીય પક્ષોના નેતાઓ આજે દોડાદોડી કરી રહ્યા હતા. જો કે ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને વોર્ડ નંબર 9ના ઉમેદવાર પુષ્કર પટેલ પરિણામોની તમામ ચિંતાઓ છોડીને ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. શહેર ભાજપનાં આ બંને દિગ્ગજ નેતાઓને બેકીકર રીતે ક્રિકેટ રમતા જોઈને વિરોધીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. અને આ પાછળ કોઈ રાજકારણ તો નથી ને ? તેની તપાસ કરવામાં લાગી ગયા હોવાનું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud