લોધિકા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ધારાસભ્ય લાખા સાગઠિયા પોતાના ભાઇ માવજીભાઇ માટે લોબિંગ કરી રહ્યા છે
બીજીતરફ ભાજપના કાર્યકર્તા મોહનભાઇ દાફડા આ બેઠક માટે પ્રબળ દાવેદાર છે
મોહનભાઇનો અવાજ થોડો ઊંચો છે તેથી કોઇને એવું લાગ્યું હોય કે માથાકૂટ કરે છે. - ધારાસભ્ય લાખાભાઈ
WatchGujarat. ભાજપના રાજકોટ ગ્રામ્યના MLA લાખા સાગઠિયા અને મોહનભાઈ દફડા વચ્ચે ટીકીટનાં મુદ્દે ઘર્ષણ થયાની ચર્ચાઓ ઉઠી છે. લોધિકા તાલુકા પંચાયતની બેઠકના દાવેદાર મોહન દાફડાએ ધારાસભ્ય પોતાના ભાઈ માટે ટીકીટ ઇચ્છતા હોવાથી પોતાને કાંઠલો પકડી ગાળો આપ્યાનો આક્ષેપ પણ કર્યો છે. જો કે લાખાભાઈએ તમામ આરોપો ફગાવ્યા છે. અને પોતાની ઓફિસે માત્ર આ અંગે ચર્ચા થઈ હોવાનું કહ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સોમવારે 60 વર્ષથી મોટી ઉંમરનાને ટિકિટ નહીં આપવાની જાહેરાત કરી છે અને રવિવારે ધારાસભ્યએ પોતાના 70 વર્ષના ભાઇ માટે હરીફને ધમકાવવા પ્રયાસ કર્યો હતો. લોધિકા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ધારાસભ્ય લાખા સાગઠિયા પોતાના ભાઇ માવજીભાઇ માટે લોબિંગ કરી રહ્યા છે. બીજીતરફ ભાજપના કાર્યકર્તા મોહનભાઇ દાફડા આ બેઠક માટે પ્રબળ દાવેદાર છે. જેના પગલે ધારાસભ્યએ પોતાની મેટોડા સ્થિત પેઢીની ઓફિસમાં મોહનભાઇને બોલાવીને ધમકાવ્યા હતા. સાગઠિયાએ આ દરમિયાન દાફડાના શર્ટનો કાઠલો પકડી લીધો હતો. તેમજ બન્ને વચ્ચે ગાળાગાળી અને મારામારી થઇ હતી.
આ અંગે મોહનભાઈ દફડાએ જણાવ્યું હતું કે, લોધિકા તાલુકા પંચાયતની બેઠક માટે મેં ટિકિટની દાવેદારી કરી હતી. બીજીતરફ ધારાસભ્ય લાખાભાઇ તેના ભાઇને ટિકિટ મળે તેવું ઇચ્છી રહ્યા છે. મેટોડામાં ધારાસભ્યની માટેલ બિલ્ડિંગ મટિરિયલ્સની પેઢીમાં હું ગયો ત્યારે આ મુદ્દે વાતચીત દરમિયાન ધારાસભ્યએ કાઠલો પકડીને ગાળો આપી તેથી મેં પણ પ્રતિકાર કર્યો હતો.
બીજીતરફ ધારાસભ્ય લાખાભાઈનાં કહેવા અનુસાર, લોધિકા તાલુકા પંચાયતની બેઠક માટે મોહનભાઇ દાફડાએ દાવેદારી કરી છે. અને તેમણે મારી ઓફિસે આવી રજૂઆત કરી હતી. કોઇ માથાકૂટ કે મારામારી થઇ નથી. ટિકિટ આપવાનું કામ આપણે ક્યા કરીએ છીએ, પાર્લામેન્ટ્રી બોર્ડ કરે છે. મોહનભાઇનો અવાજ થોડો ઊંચો છે તેથી કોઇને એવું લાગ્યું હોય કે માથાકૂટ કરે છે.