• કોંગ્રેસે લોકોમાં જાગૃતિ લાવવા અનોખો અભિગમ અપનાવ્યો
  • પેટ્રોલ-ડીઝલ,રાધંણગેસનો ભાવ, તેલનો ભાવ આસમાને પહોંચી જતા સામાન્ય માણસનું જીવવું પણ મુશ્કેલ બની ગયું
  • કોંગ્રેસ દ્વારા લોકોને સ્પર્શતા મુદ્દે મત માંગવાનો પ્રયાસ

WatchGujarat. મહાનગરપાલિકાનાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અને રાજકીય પક્ષો પણ એડીચોટીનું જોર લગાવી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે લોકોમાં જાગૃતિ લાવવા અનોખો અભિગમ અપનાવ્યો છે. જેમાં વોર્ડ નંબર 11નાં ઉમેદવારોએ લોકોને જાગૃત કરવા માટે પોતાના ગળામાં ઈમેમો અને પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિતમાં થયેલા ભાવ વધારાનાં બેનરો લટકાવ્યા હતા. અને આ બેનરો સાથે લોકસંપર્ક કરી લોકોને કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી.

ઉમેદવારોનાં જણાવ્યા મુજબ, ભાજપ સરકારે કોરોના કાળમાં પણ ઈ-મેમો અને માસ્કના નામે લૂંટ ચલાવી છે.  તેમજ પેટ્રોલ-ડીઝલ,રાધંણગેસનો ભાવ, તેલનો ભાવ આસમાને પહોંચી જતા સામાન્ય માણસનું જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. જેને પગલે લોકોને આવા દિવસો યાદ કરાવવા પોતે તેને લાગતા બેનર ગળામાં પહેરીને લોકોને મળ્યા હોવાનું પણ ઉમેદવારોએ જણાવ્યું હતું.

કોંગ્રેસનાં આ  બેનરોમા “ભાજપના શાસકોએ કોરાના કાળમા એક સામાન્ય માણસ તેના દીકરા પત્ની પરિવારની આશા પર કાતર મારતા હતા કારણ કામ કે પૈસા નહોતા પંરતુ ભાજપ ટાર્ગેટો પુરા કરતી હતી” જનતા જાગે ,ભાજપ ભાગે સહીત પેટ્રોલ, ગેસના ભાવ વધારાનો ઉલ્લેખ કરી તેમજ રુ.2 નુ માસ્ક ના 2000 યાદ રાખજો, સહિતના લખાણ લખ્યા હતા.

આ ઉપરાંત તેલનો ડબ્બો લઈને કોંગ્રેસના ઉમેદવારો સુરેશભાઈ બથવાર, પારુલબેન ડેર, પરેશભાઈ હરસોડા ,વસંતબેન માલવી સહીત કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા જનસંપર્ક કરી ભાજપના શાસકોનો વિરોધ કર્યો  હતો. એટલું જ નહીં આ બધા મુદ્દાઓનોને લીધે સમ્રગ પેનલનો જંગી બહુમતીથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જો કે લોકો કોંગ્રેસનાં આ પ્રયાસને કેટલો સફળ બનાવે છે. તે તો આવનારો સમય જ બતાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud