• રામનાથ કોવિંદનું સ્વાગત કરવા રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા
  • હેલિકોપ્ટર મારફતે રાષ્ટ્રપતિ દિવ જવા જવાના થયા

WatchGujarat. મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પત્ની સાથે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. જ્યાં તેમનું રેડ કાર્પેટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે રામનાથ કોવિંદનું સ્વાગત કરવા રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. રાજકોટ એરપોર્ટ પર રાષ્ટ્રપતિએ ટૂંકુ રોકાણ કર્યુ હતું. અને હેલિકોપ્ટર મારફત દિવ જવા જવાના થયા હતા.

રાષ્ટ્રપતિ દિવમાં આજથી 28 ડિસેમ્બર સુધી રોકાણ કરી નાતાલ પર્વની ઉજવણી કરશે. અને દિવમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી પણ આપશે. જેમાં દિવ પહોંચી રાષ્ટ્રપતિ બપોર બાદ 2  વાગ્યે આસપાસ જલંધર સર્કિટ હાઉસનું લોકાર્પણ કરશે. જે બાદ 26 ડિસેમ્બરે સવારે 10.35 વાગ્યે ગંગેશ્વર મંદિરના દર્શન કરી પૂજા અર્ચના કરશે. તેમજ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ એરપોર્ટ પર રાષ્ટ્રપતિના આગમનને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  રાષ્ટ્રપતિના એરપોર્ટ પર ટૂંકા રોકાણને લઈને એરપોર્ટ તેમજ એરપોર્ટ ફરતે પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તકે ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 700 જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud