બેડલા સરકારી શાળામાં હાલ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે
આચાર્ય જતીન પરમાર અને અન્ય એક શિક્ષકે વિદ્યાર્થી પાસે રેતી-કપચી એક જગ્યાથી ભરી બીજી જગ્યાએ ઠાલવવાનું કામ કરાવ્યું
બેડલા પ્રાથમિક સ્કૂલમાં અગાઉ તત્કાલિન CM આનંદીબેન પટેલના ગુણોત્સવ કાર્યક્રમમાં બાળકો પાસે વાસણ સાફ કરાવાયા હતા
WatchGujarat. સરકારી શાળાઓની બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બેડલા પ્રાથમિક સ્કૂલમાં છાત્રો પાસે પાવડાથી મજૂરી કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો કે આ અંગે શાળાના પ્રિન્સીપાલે ભૂલથી બાળકોને આ કામ અપાઈ ગયું હોવાનો લુલો બચાવ કર્યો હતો. આ જ શાળામાં અગાઉ પણ વિદ્યાર્થીઓ પાસે વાસણ સાફ કરાવ્યાની ઘટના સામે આવી ચૂકી છે. ત્યારે ફરી એકવાર આ જ શાળામાં આવી ઘટના સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
https://youtu.be/_x3TDOt8WLw
જાણવા મળતી વિગત મુજબ બેડલા સરકારી શાળામાં હાલ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. ગઇકાલે બપોરના 2થી 5 વાગ્યા સુધી પરીક્ષા હતી, તે પહેલાં 11 વાગ્યા આસપાસ એક વિદ્યાર્થી પહોંચી જાય છે. ત્યારે આચાર્ય જતીન પરમાર અને અન્ય એક શિક્ષકે વિદ્યાર્થી પાસે રેતી-કપચી એક જગ્યાથી ભરી બીજી જગ્યાએ ઠાલવવાનું કામ કરાવ્યું હતું. સતત દોઢ કલાક સુધી વિદ્યાર્થીએ મજૂરી કામ કર્યું હતું. એટલું જ નહિં પરીક્ષા પૂર્ણ થયા બાદ અન્ય બેથી ત્રણ છાત્રોની મદદ લઇ મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો વાઇરલ વીડિયોમાં કેદ થયા છે.
જોકે આ મામલે અધિકારીઓ દ્વારા આચાર્ય સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અને ઢાંક પીછાડો કરવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. આ મામલે સ્કૂલનાં પ્રિન્સીપાલ જતીન પરમારે જણાવ્યું હતું કે, શાળામાં પીવાના પાણીના સ્ટેન્ડ પાસે જ પેવર બ્લોક પાથરવાનું કામ ચાલી રહ્યું છે. કડીયાની સાથે આવતો મજૂર માઠા પ્રસંગને કારણે રજા પર હતો. આથી મેં અને એક અન્ય શિક્ષકે રેતી-કપચી પાથરવાનું કામ કર્યુ હતું. આ દરમિયાન એક વિદ્યાર્થી પણ આવતા તેને પણ ભૂલથી કામ અપાઇ ગયું હશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની બેડલા પ્રાથમિક સ્કૂલમાં અગાઉ તત્કાલિન CM આનંદીબેન પટેલના ગુણોત્સવ કાર્યક્રમમાં બાળકો પાસે વાસણ સાફ કરાવાયા હતા. હવે આ જ સ્કૂલમાં રેતી-કપચી ઉપડાવતા હોવાનાં અમુક વીડિયો વાઇરલ થયા છે. ત્યારે શાળામાં પાવડો પકડાવી મજૂરી કામ કરાવવામાં આવતું હોવાનું સામે આવતા વાલીઓ પણ રોષે ભરાયા છે. અને આચાર્ય સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.

">