• વર્ષ 2013ની 23મી જાન્યુઆરીએ સબ ઈન્સ્પેક્ટર હિરેન પરમારે પોતાને ફાળવાયેલા સરકારી ક્વાર્ટરમાં સરકારી હથિયારમાંથી જ પત્ની રસિલા પર ફાયરિંગ કર્યું હતું
  • ત્યાર બાદ હિરેને પોતે હત્યાથી અજાણ હોવાનું અને બચાવવા માટે પૂરતા પ્રયાસ કર્યાનું રટણ કર્યું હતું
  • સરકારી કર્મચારીના હાથે ગંભીર ગુનો થયો તેમજ હત્યામાં સર્વિસ રિવોલ્વરનો ઉપયોગ કરવા સહિતના કારણો દર્શાવાયા હતા
  • આરોપીએ ફાંસીની સજાને પાત્ર ગુનો કર્યાની દલીલ સાથે સરકાર પક્ષેથી આ સબ ઈન્સ્પેક્ટરને ફાંસીની  સજા થાય એવી અરજ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી

WatchGujarat. શહેરની રામનાથપરા પોલીસ લાઈનનાં પીએસઆઈ ક્વાર્ટરમાં બી-ડિવિઝનના સબ ઈન્સ્પેક્ટર હીરેનસિંહ પરબતસિંહ પરમારે સર્વિસ રિવોલ્વરથી 28 વર્ષીય સગર્ભા પત્ની રસિલાબેન ઉર્ફે રશ્મિની કરપીણ હત્યા કરી હતી. બંને પક્ષની દલીલો બાદ હીરેનસિંહે હત્યા નિપજાવ્યાનું પૂરવાર માનીને અદાલતે સસ્પેન્ડ પીએસઆઈને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત શારીરિક-માનસિક ત્રાસ, પૂરાવાનો નાશ તેમજ આર્મ્સ એક્ટની કલમો હેઠળ પણ સજા-દંડ ફટકાર્યો છે.

જાણવા મળતી વિગત અનુસાર, વર્ષ 2013ની 23મી જાન્યુઆરીએ સબ ઈન્સ્પેક્ટર હિરેન પરમારે પોતાને ફાળવાયેલા સરકારી ક્વાર્ટરમાં સરકારી હથિયારમાંથી જ પત્ની રસિલા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં છાતી પર ડાબી તરફ ગોળી ખૂંપી જવાથી સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. અલબત્ત, હિરેને પોતે હત્યાથી અજાણ હોવાનું અને બચાવવા માટે પૂરતા પ્રયાસ કર્યાનું રટણ કર્યું હતું. પરંતુ પુરાવાઓ તેની વિરુદ્ધના હતા. અને આ અંગે મૃતક રસિલાબેનના ભાઈ ભગવત મશરીભાઈએ ફરિયાદી બની એફઆઈઆર નોંધાવી હતી. જેને લઈ હિરેનને જેલમાં ધકેલાયો હતો.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં સરકાર પક્ષે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ચેતનાબેન કાછડિયા તથા ફરિયાદી વતી એડ્વોકેટ લલિતસિંહ શાહીએ દલીલો કરી હતી કે, બનાવ વખતે ક્વાર્ટરમાં ત્રીજું કોઈ હાજર ન્હોતું, ગૃહકલેશ અને શંકાને કારણે હત્યા નીપજાવાઈ છે. બનાવ વખતે મૃતક રશ્મિ સગર્ભા હતી. બેલેસ્ટિક એક્સપર્ટનો એવો રિપોર્ટ છે કે જે ગનમાંથી ફાયરીંગ થયું તે હિરેન પાસે હતી એ જ ગન હતી તથા બૂલેટ વાગવાથી થયેલી ઈજાના લીધે જ રશ્મિનું મૃત્યુ થયું હતું. ખુદ રક્ષક (પોલીસ કર્મચારી) જ ભક્ષક બન્યો, સરકારી કર્મચારીના હાથે ગંભીર ગુનો થયો તેમજ હત્યામાં સર્વિસ રિવોલ્વરનો ઉપયોગ કરવા સહિતના કારણો દર્શાવાયા હતા.

આરોપીએ ફાંસીની સજાને પાત્ર ગુનો કર્યાની દલીલ સાથે સરકાર પક્ષેથી આ સબ ઈન્સ્પેક્ટરને ફાંસીની  સજા થાય એવી અરજ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ગુનો પુરવાર માનીને આજીવન કેદ ફટકારી છે, જ્યારે આઈપીસી કલમ 498 મુજબના અન્ય આરોપીઓ એવા મૃતકના સસરા પરબતસિંહ, જેઠ-પોલીસ ઈન્સ્પેક્ટર વિજયસિંહ અને નણંદ મીતાને નિર્દોષ જાહેર કરી છોડી મુકવામાં આવ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud