- કોઠારિયા સોલવન્ટ આગળ રેલવે ટ્રેક પર એક અજાણ્યો યુવાન ટ્રેન એડફેટે કપાતા મોત
- સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ

WatchGujarat. રાજકોટના કોઠારિયા સોલવન્ટ આગળ રેલવે ટ્રેક પર એક અજાણ્યો યુવાન ટ્રેન એડફેટે કપાતા મોત તેનું નીપજ્યું હતું. યુવાનના શરીરના ટૂકડે ટૂકડા થતા અરેરાટી સ્થળ પર અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને યુવાનના શરીરના ક્ષત વિક્ષત થયેલા અંગો એકત્ર કરી પીએમ માટે મૃતદેહ હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાનનું મોત અકસ્માતથી થયું છે કે પછી આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
યુવાનની ઉંમર 35 વર્ષ હોવાનું અનુમાન, ઓળખ કરવા માટે તજવીજ શરૂ
મૃતક યુવાનની ઉંમર 35 વર્ષ આસપાસ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તેમજ પોલીસે યુવાનની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરી છે. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સમગ્ર મામલે આજીડેમ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. યુવાનના મૃત્યુ પાછળનું આપઘાત કર્યો છે કે પછી અકસ્માતથી મોત થયું છે તે દિશામાં પોલીસે તપાસ કરી રહી છે.