• સર્વેની આ કામગીરીમાં શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ તેમજ icdS વિભાગ અને ટેકો ડેટા વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો
  • ત્રીજી લહેરને લઈ શહેરની સિવિલ હોસ્પિટલ સમરસ હોસ્ટેલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલ, જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પણ પીડીયાટ્રીક બાળકોની ટ્રીટમેન્ટ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ
  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 147,001 બાળકોનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો – જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ

WatchGujarat. દેશભરમાં કોરોનાની બીજી લહેરે મચાવેલા હાહાકાર બાદ ત્રીજી લહેરની સંભાવનાને લઈ કલેક્ટર તંત્ર સતર્ક બન્યું છે. અને વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ લહેરમાં બાળકોના સંક્રમિત થવાની શક્યતા વધુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા 0થી 5 વર્ષનાં પીડિયાટ્રિક બાળકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 1.47 લાખ બાળકોનો સર્વે પૂર્ણ થયો છે. અને આ પ્રક્રિયા હાલ પણ ચાલી રહી છે. આ સર્વે માટે ખાસ 3V પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અને તે મુજબ જિલ્લાભરમાં જુદી-જુદી ટીમો હાલમાં કાર્યરત છે.

આ અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે, ત્રીજી લહેરને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પીડીયાટ્રીક બાળકોનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. સર્વે અંતર્ગત મુખ્ય ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે. જે કેટેગરીમાં vulnerable, લેસ vulnerable અને most vulnerable આમ ત્રણ પ્રકારના ભાગ પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 147,001 બાળકોનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.

સર્વેની આ કામગીરીમાં શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ તેમજ icdS વિભાગ અને ટેકો ડેટા વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, સર્વેની દરમિયાન જરૂર પડ્યે બાળકોના RTPCR ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તો સાથે જ સ્થળ પર જ બાળકોને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી રહી છે. ત્રીજી લહેરને લઈ શહેરની સિવિલ હોસ્પિટલ સમરસ હોસ્ટેલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલ, જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પણ પીડીયાટ્રીક બાળકોની ટ્રીટમેન્ટ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud