• કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવ્યા બાદ હવે ત્રીજી વેવની તૈયારીઓ શરૂ કરી
  • ગામડાનાં લોકો અંધશ્રદ્ધા, અમાન્યતા, વોટ્સએપમાં ફરતા ખોટા મેસેજને કારણે રસી નહીં લેતા હોવાને કારણે હાલ 75%ને બદલે માત્ર 62% રસીકરણ થયું
  • મ્યુકરમાઇકોસીસ માટે પણ તમામ જરૂરી દવાઓ અને ઇન્જેક્શન હાલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ – જિલ્લા કલેક્ટર

WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. જો કે મ્યુકરમાઇકોસીસનાં કેસને કારણે ચિંતામાં વધારો થયો છે. બીજીતરફ વેકસીનેશન પ્રક્રિયા પણ ઘણી ધીમી ચાલી રહી છે. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીનેશન ઘણું ધીમું થઈ રહ્યું છે. ત્યારે આ તમામ મુદ્દે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં ખાસ ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ ધીમું થતું હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમજ  લોકો અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાને કારણે રસીકરણ માટે આગળ નહીં આવતા હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું કે, હાલ શહેર અને જિલ્લામાં રસીકરણની કામગીરી જોરશોરથી થઈ રહી છે. પરંતુ શહેરની તુલનાએ ગ્રામ્ય વિસ્તારમાં આ કામગીરી ઘણી ધીમી છે. ગામડાનાં લોકો અંધશ્રદ્ધા, અમાન્યતા, વોટ્સએપમાં ફરતા ખોટા મેસેજને કારણે રસી નહીં લેતા હોવાને કારણે હાલ 75%ને બદલે માત્ર 62% રસીકરણ થયું છે. જે ખરેખર ઓછું છે. હાલમાં ગ્રામ્ય વિસ્તામાં વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ઘરે-ઘરે જઈ 45થી મોટી ઉંમરના લોકો રસી લેવા માટે સમજાવામાં આવી રહ્યા છે. છતાં પણ લોકો વેકસીનેશન કરાવતા ડરી રહ્યા છે. ત્યારે મીડિયા દ્વારા મારી અપીલ છે કે લોકો રસીકરણ માટે આગળ આવે.

કોરોનાની ત્રીજી લહેર અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, વહીવટી તંત્ર સંપૂર્ણપણે આ માટે તૈયાર છે. લાસ્ટ ટાઈમ આપણી પાસે સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને 6 હજાર બેડ હતા. જેની સામે 14 હજાર બેડ ઉભા કરવાની તૈયારીઓ થઈ ચૂકી છે. તો ઓક્સિજન માટે પણ વિવિધ પ્લાન્ટની કાર્યવાહી ચાલી રહી હોય હવે ઓક્સિજનની પણ અછત નહીં સર્જાય. સાથે જ મ્યુકરમાઇકોસીસ માટે પણ તમામ જરૂરી દવાઓ અને ઇન્જેક્શન હાલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud