• એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન પ્રથમ વડોદરા તેમજ ત્યારબાદ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત રાજકોટમાં કોવિડનાં બે દર્દીઓને ઈન્જેક્શન આપવામાં આવ્યા
  • એન્ટીબોડી કોકટેલમાં કેસીરીવિમેબ અને ઈમડેવિમેબ નામના બે પ્રકારના એન્ટીબોડીનો સમાવેશ થાય છે
  • 12 વર્ષથી માંડીને મોટી ઉંમરના અને ડાયાબિટીસના, કિડની, લીવર સહિતની ગંભીર બીમારીઓ ધરાવતા દર્દીઓને આ એન્ટીબોડી ઇન્જેક્શન આપી શકાય

WatchGujarat. દેશમાં કોરોના ઉપર અનેક સંશોધન કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત કોરોનાને હરાવવા નવી- નવી દવાઓ પણ શોધવામાં આવી રહી છે. જોકે કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક બન્યા બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત કોરોના દર્દીની સારવાર માટે ‘એન્ટીબોડી કોકટેલ’ ઇન્જેક્શનનો સફળ પ્રયોગ કરવમાં આવ્યો છે. જેમાં કોરોનાના બે દર્દીઓને એન્ટીબોડી કોકટેલ ઈન્જેશન આપી સારવાર કરવામાં આવી હતી. જેમાં ખૂબ અસરકારક પરિણામ મળ્યા હોવાનું ડોક્ટર્સ જણાવી રહ્યા છે.

રાજકોટની ગોકુલ હોસ્પિટલના ક્રિટીકલ કેર ટીમના સિનિયર કન્સલટન્ટ ડોકટર તેજસ મોતીવરસ, ડોકટર દિગ્વિજયસિંહ જાડેજા અને ડોકટર તેજસ કરમટાનાં જણાવ્યા મુજબ, બન્ને દર્દીઓનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું. પરંતુ આ ઇન્જેક્શન આપ્યા બાદ  તે ઝડપથી ઊંચું આવ્યું હતું. કોરોનાના ગંભીર દર્દીઓ માટે એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન ખૂબ અસરકારક હોવાનો તેમજ તેના થકી કોરોનાને ખૂબ જ ઓછા સમયમાં મ્હાત આપી શકાતી હોવાનો દાવો ડોક્ટર્સ કરી રહ્યા છે.

ડોક્ટર્સનાં જણાવ્યા મુજબ, કોવિડની સારવાર માટે હાલ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ વડોદરા તેમજ ત્યારબાદ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત અહીં કોવિડનાં જુદા-જુદા બે દર્દીઓને ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. જેના ખૂબ સારા પરિણામ મળ્યા છે. એન્ટીબોડી કોકટેલમાં કેસીરીવિમેબ અને ઈમડેવિમેબ નામના બે પ્રકારના એન્ટીબોડીનો સમાવેશ થાય છે. જેના થકી આ સારવાર આપી શકાય છે. હાલ આ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન કોવિડની સારવાર માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યા છે.

વધુમાં ડોક્ટર્સ દ્વારા જણાવાયું હતું કે, હજુ સુધી આ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શનની કોઈ આડઅસર જોવા મળી નથી. જ્યારે 12 વર્ષથી માંડીને મોટી ઉંમરના અને ડાયાબિટીસના, કિડની, લીવર સહિતની ગંભીર બીમારીઓ ધરાવતા દર્દીઓને આ એન્ટીબોડી ઇન્જેક્શન આપી શકાય છે. જે અસરકારક સાબિત થાય છે. જ્યારે કોરોનાના દર્દીઓને સામાન્ય લક્ષણ દેખાય એટલે તરત આ ઇન્જેક્શન આપવામાં આવે છે. જેનો ફાયદો થાય છે. એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શનનાં એક ડોઝની કિંમત અંદાજીત 1 લાખ રૂપિયા હોય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શનનો ઉપયોગ બીમારી શરૂઆતના માઇલ્ડ ટુ મોડરેટ તબક્કામાં હોય ત્યારે કરવામાં આવે તો દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. તેમજ દર્દીની પરિસ્થિતી ગંભીર થવાની શકયતાઓ ખૂબ ઘટી જાય છે. એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શનનો ઉપયોગ દર્દીને હોસ્પીટલમાં માત્ર ઓબઝર્વેશન પર રાખીને જ કરવામાં આવે છે. મલ્ટીપલ મેડિકલ ડીસીસ વાળા દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવે ત્યારે જ આ ઇન્જેક્શન આપવાથી તેના ચમત્કારિક પરિણામ મળતા હોવાનો દાવો ડોક્ટર્સ કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud