• રાજકોટ એરપોર્ટ પરથી ગઈકાલે ચાર્ટર પ્લેન મારફત વરરજો જય પરિવાર અને આમંત્રિત મહેમાનો સાથે રાજસ્થાન જવા રવાના થયા
  • દુલ્હા જય ઉકાણીએ રાજકોટ એરપોર્ટના વેઇટિંગ લોંજમાં હિમાંશી પટેલને ફ્લાવર બુકે આપી સ્વાગત કર્યું
  • આ અનોખા ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની પ્રખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’માં કરવામાં આવ્યું છે, જે હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે

WatchGujarat. સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ મૌલેશ ઉકાનીનાં પુત્ર જયનાં લગ્ન સમારંભનું રાજસ્થાનનાં જોધપુર ખાતે ભવ્ય આયોજન કરાયું છે. ગઈકાલે લગ્નની જાનનું 2 ચાર્ટર્ડ ફ્લાઇટ અને એક એરબસમાં પ્રસ્થાન થયું હતું. આ જાન લગ્નસ્થળે પહોંચતા રાજસ્થાનનાં ભાતીગળ નૃત્યથી મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનો ઉમેદભવન પેલેસ હોટલમાં પહોંચ્યા હતા. અહીં રાજસ્થાનના ભાતીગળ નૃત્યની સાથે જ ફૂલડે વધાવી મહેમાનોને ભાવભીનો આવકાર આપવામાં આવ્યો હતો. સાંજે ઐશ્વર્યા મજમુદારનાં સુર રેલાશે

રાજકોટ એરપોર્ટ પરથી ગઈકાલે ચાર્ટર પ્લેન મારફત વરરજો જય પરિવાર અને આમંત્રિત મહેમાનો સાથે રાજસ્થાન જવા રવાના થયા હતો. અહીં ઉમેદભવન પેલેસ ખાતે તમામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોધપુર ખાતે યોજાઇ રહેલા આ ત્રિ-દિવસીય લગ્નોત્સવની પૂર્વ સંધ્યાએ વર-કન્યા ઉપરાંત તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં હોટેલના પ્રવેશ દ્વાર પર મહેમાનોને ફૂલડે વધાવીને આ હોટેલના પટાંગણમાં એક મહિલા દ્વારા રાજસ્થાનનો ભાતીગળ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. આ ડાન્સે સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

આ પહેલા લગ્નોત્સવ શરૂ થાય તે પૂર્વે જ જય ઉકાણી અને હિમાંશી પટેલ એકબીજાને મળ્યા હતા. દુલ્હા જય ઉકાણીએ રાજકોટ એરપોર્ટના વેઇટિંગ લોંજમાં હિમાંશી પટેલને ફ્લાવર બુકે આપી સ્વાગત કર્યું હતું. આજે જાજરમાન લગ્નોત્સવનાં પ્રથમ દિવસે સાંજે મહેંદી અને સંગીત સેરેમની યોજાનાર છે. બપોરનાં 3.15થી 6.15 સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી સેરેમની યોજાશે. બાદમાં સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી અને ત્યારબાદ રાસ-ગરબાનું આયોજન છે. જેમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારનાં સૂર રેલાશે.

ઉલ્લેખનીય છે કે, આ અનોખા ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની પ્રખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’માં કરવામાં આવ્યું છે. જે હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે. હોટલની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘીદાટ હોટલોમાં થાય છે. જેમાં એક થાળીની કિંમત રૂ.18 હજાર છે તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ. સાડા સાત લાખ રૂપિયા છે. બૉલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન પણ અહીં થઈ ચૂક્યાં છે. તાજેતરમાં આ શાહી લગ્નની કંકોત્રી સામે આવી હતી. જે ખજાનાની સંદૂક જેવી રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. અને એક કંકોત્રી બનાવવા પાછળ રૂ. 7 હજારનો ખર્ચ થયો છે.

Facebook Comments Box

Videos

Our Partners