• એક જ દિવસમાં 18 સર્જરી કરી રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રએ રેકોર્ડ બનાવ્યો
  • સર્જરી બાદ સ્ટેબલ હોય તેવા દર્દીઓને હવે સમરસમાં શિફ્ટ કરાયા
  • મ્યુકરમાઇકોસીસ માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો સિવિલ અધિક્ષકનો દાવો

WatchGujarat. કોરોના સામે કપરી લડાઈમાં જીતની નજીક પહોંચ્યા બાદ હવે તંત્ર મ્યુકરમાઇકોસીસ સામે મેદાને પડ્યું છે. અને દર્દીઓની સંખ્યા વધતા ઓપરેશનની ઝડપ વધારવામાં આવી છે. જેમાં એક જ ઓપરેશન થિયેટરમાં પાંચ ટેબલ મૂકી એક સાથે 5 સર્જરી ચાલુ કરવામાં આવી છે. પરિણામે શનિવારે એક દિવસમાં એકીસાથે 4 ડોક્ટર્સ દ્વારા 18 સર્જરીનો નવો રેકોર્ડ બન્યો છે. અને પ્રથમ વખત 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરી 54 દર્દીને સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરાયા છે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ત્રિવેદીનાં જણાવ્યા મુજબ, સર્જરી માટે પાંચ ટેબલ મુકાયા છે. જેમાં બે ઈએનટી સર્જન, આંખના સર્જન, ન્યુરોસર્જન તેમજ ડેન્ટિસ્ટ અલગ અલગ સર્જરી કરે છે. આ બધા વચ્ચે એનેસ્થેટિકની ટીમ હોય છે. આ કારણે સર્જરીની સંખ્યા વધીને 18 થઇ છે. સર્જરી બાદ સ્ટેબલ હોય તેવા દર્દીઓને હવે સમરસમાં શિફ્ટ કરાઈ રહ્યા છે. એટલું જ નહીં ત્રણ દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે અને હવે ધીરે ધીરે અન્ય દર્દીઓને પણ રજા આપવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, મ્યુકારમાઇકોસીસથી થતા મોત માટે પણ કોરોનાની માફક ડેથ ઓડિટ કમિટી જ આખરી નિર્ણય કરશે. દર્દીનું મોત મ્યુકરથી થયું છે કે અન્ય કોઈ કારણોસર? તે જાણવા ડેથ ઓડિટ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. મ્યુકરમાઇકોસીસ માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો દાવો સિવિલ અધિક્ષક દ્વારા કરાયો છે. અને ભવિષ્યમાં પણ દવા કે ઇન્જેક્શનનાં અભાવે દર્દીઓને કોઈ હાલાકી નહીં પડે તેવું આશ્વાસન તેમણે આપ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, શનિવારે 400 ઇન્જેક્શન આવ્યા હતા. જે તમામ ગણતરીની કલાકોમાં ખૂટી ગયા છે. શનિવારે ઇન્જેક્શનનો જથ્થો આવ્યો નથી. તો આજે કદાચ 200 ઇન્જેક્શન આવે તેવી શક્યતા છે. પરંતુ દર્દીઓની સંખ્યા પ્રમાણે તે પણ કલાકોમાં ખૂટી જશે. ત્યારે ઇન્જેક્શનની અછત મ્યુકરમાઇકોસીસ મામલે મોટો પડકાર બને તેવું જણાઈ રહ્યું છે. તો ડેથ ઓડિટ કમિટીનો ઉદ્દેશ્ય સારવાર પદ્ધતિનું આંકલન કરી તેમાં ફેરફાર સૂચવવાનું હતું. જો કે આ કમિટી માત્ર મોતના આંકડા જાહેર કરવા પૂરતી રહી ગઈ છે. સારવારની પદ્ધતિમાં કોઈ ફેરફારનું સૂચન હજુસુધી આ કમિટી દ્વારા કરાયું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud