રાજકોટ. તંત્રનાં સબ સલામતના દાવા વચ્ચે સિવિલ હોસ્પિટલની બેદરકારીઓ વારંવાર સામે આવતી હોય છે. આવી જ વધુ એક ગંભીર અને નિર્દયતાભરી વાત સામે આવી છે. જેમાં PPE કીટ પહેરેલો સ્ટાફ તેમજ સિક્યુરિટી દ્વારા એક દર્દીને માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, PPE  કીટ પહેરેલ હોસ્પિટલ સ્ટાફ તેમજ સિક્યુરિટી દર્દીને માર મારી રહ્યા છે. અને સાથે જ “પાણી આપો અને મારી નાખો” નાં શબ્દો દર્દી બોલી રહ્યો છે. જો કે નિર્દયી સ્ટાફ કોઈપણ પ્રકારની દયા વિના દર્દીને ફટકારી રહ્યો છે.

સિવિલ તંત્રનો આ વીડિયો વાયરલ થતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. વાયરલ વિડીયો મુદ્દે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટર પંકજ બુચે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિડીયો 8 તારીખ રાત્રીના દાખલ થયેલ 37 વર્ષીય દર્દી પ્રભાશંકર પાટીલનો છે. તેણે 9 તારીખના વહેલી સવારે હોબાળો મચાવ્યો હતો. અને કપડા કાઢી , બારી પરથી કૂદકો મારવાની કોશિશ કરતો હતો. જેને લઈને સ્ટાફ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છતાં સમગ્ર મામલે કમિટી ને તપાસ સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દર્દીને માર માર્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. છતાં માર માર્યો કે નહીં તે અંગે સુપ્રિન્ટેન્ડન્ટ અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે. ત્યારે આ મામલે તપાસ બાદ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિક્યોરિટી સ્ટાફ દ્વારા માર મારવામાં આવ્યો છે. ત્યારે આ કેટલું યોગ્ય છે ? જેવા સવાલોનો લોકો ઉઠાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud