• રાજ્યભરમાં કોરોના બાદ હવે મ્યુકરમાયકોસીસ હાહાકાર મચાવી રહ્યો છે
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 500 અને સમરસ હોસ્ટેલ ખાતે 150 સહિત કુલ 650 જેટલા દર્દીઓ સારવાર હેઠળ
  • હોસ્પિટલમાં દરરોજ મ્યુકોરમાઈકોસીસના 15થી 20 ઓપરેશન કરવામાં આવી રહ્યા છે – સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદી
  • વેઇટિંગ દૂર કરવા માટે ટૂંક સમયમાં વધુ 3 ઓપરેશન થિયેટર પણ શરૂ કરવામાં આવશે

WatchGujarat. કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઈ છે. અને બીજી લહેર હજી પૂર્ણ થઈ નથી ત્યાં જ હવે મ્યુકોરમાઈકોસીસના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરની સિવિલ અને સમરસ હોસ્ટેલમાં મળીને હાલ મ્યુકોરમાઈકોસીસના 650થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અને અત્યાર સુધીમાં 270 જેટલા દર્દીઓની સર્જરી કરવામાં આવી હોવા છતાં લાબું વેઇટિંગ ચાલી રહ્યું છે. જેને પગલે હાલ કાર્યરત પાંચ ઉપરાંત વધુ ત્રણ ઓપરેશન થિયેટર કાર્યરત કરવામાં આવનાર હોવાનું સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું.

સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીનાં કહેવા મુજબ, હાલ સિવિલ હોસ્પિટલમાં 500 અને સમરસ હોસ્ટેલ ખાતે 150 સહિત કુલ 650 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 60 ટકા દર્દીઓ અન્ય જિલ્લાઓના છે. જ્યારે 40 ટકા દર્દીઓ રાજકોટ શહેરનાં છે. હાલ હોસ્પિટલમાં દરરોજ મ્યુકોરમાઈકોસીસના 15થી 20 ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, અને આ માટે 5 ઓપરેશન થિયેટર સતત કાર્યરત છે. જેમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઈકોસીસના 250થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવી ચુકી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અન્ય હોસ્પિટલોમાં પણ સારવાર લઈ રહેલા ટ્રાન્સફર થયેલા દર્દીઓ આવી રહ્યા છે, જેને પણ આપણે એડમિશન આપીએ છીએ. જ્યારે અન્ય જગ્યાએ પણ સર્જરી થઈ હોય તેવા દર્દીઓની સંખ્યા પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. જેને લઈને દર્દીઓની સંખ્યા સતત વધતી હોવાથી ઓપરેશન માટે થોડું વેઇટિંગ છે. જો કે આ વેઇટિંગ દૂર કરવા માટે ટૂંક સમયમાં વધુ 3 ઓપરેશન થિયેટર પણ શરૂ કરવામાં આવનાર હોવાનું તેમણે કહ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud