રાજકોટ . સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર સતત વિવાદમાં રહે છે. ત્યારે આજે વહેલી સવારે કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક યુવકે અચાનક ધોકા વડે તોડફોડ શરૂ કરી હતી. અને બાદમાં યુવક એક હાથમાં ધોકો અને એક હાથમાં બેલ્ટ લઈ કમ્પાઉન્ડમાં નીકળ્યો હતો. જેને લઈને કર્મચારીઓ સહિત દર્દીના સગાઓમાં નાસભાગ મચી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલની બહાર યુવક ધોકા વડે ટેબલમાં તોડફોડ કરી રહ્યો છે. તેમજ ગેલેરીમાં ધોકા મારતા ત્યાં સૂતેલી મહિલાઓમાં નાસભાગ મચી છે. અને 10 જેટલા સિક્યુરિટી ગાર્ડે પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ યુવક કોઈના કાબૂમાં આવતો નથી. જો કે બાદમાં સિક્યુરિટી ગાર્ડે ગેઈટ બંધ કરી દેતા બધા બચી ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
જો કે પોલીસ આવી જતા યુવક ડાહ્યો બની ગયો હતો. અને પોતે કરેલા કૃત્ય બાદલ માફી પણ માંગવા લાગ્યો હતો. સાથે જ આવારા તત્વોએ કરેલી મજાકને કારણે પોતે ઉશ્કેરાઈ ગયો હોવાનું આ યુવકે જણાવ્યું હતું. હાલ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં સામાન્ય લોકો સહિત મિડિયાના પ્રવેશ પર પ્રતિબંધ છે. ત્યારે આવા આવારા તત્વો અહીં કેવી રીતે ઘૂસે છે તે મોટો સવાલ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud