• ઓડિયો વાયરલ થતા ફરી એકવાર કોંગ્રેસનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો
  • મેં કોંગ્રેસના સારા માટે કહ્યું છે, કોઇ નિર્ણય ખોટો હોય તો મારે કહેવું પડે – પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ

Watchgujarat. પ્રદેશ કોંગ્રેસ દ્વારા મનપા વિપક્ષ નેતા તરીકે ભાનુબેન સોરાણીની વરણી કરવામાં આવી હતી. જેને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ અને મનપા વિપક્ષ નેતાનાં પતિ પ્રવીણભાઇ સોરાણી વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વિપક્ષ નેતા તરીકે તેમના પત્નીની વરણી થઈ એ ખોટો નિર્ણય લેવાયો હોવાનું કહી રહ્યા છે. એટલું જ નહીં ઉપર બધા નાલાયકો બેઠા હોવાનું પણ જણાવી રહ્યા છે. આ ઓડિયો વાયરલ થતા ફરી એકવાર કોંગ્રેસનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે.

ઓડિયોકલીપમાં બંને વચ્ચે થયેલી વાતચીત

ઈન્દ્રનીલ : એટલા માટે કે હજી તમે હો તો વ્યાજબી છે, પ્રવીણભાઇ તમે રાજકોટ કોંગ્રેસના પાછા પાણીનો જવાબ દેવા જવાબદારી સ્વીકારજો…

પ્રવીણભાઇ : જી વિચારી લેશું…

ઈન્દ્રનીલઃ વિચારી લેશું એમ નહીં, તમને કોંગ્રેસની પડી જ નથી, મેં વશરામભાઇ (પૂર્વ વિપક્ષ નેતા)ને કહ્યું હતું કે આ માણસને ટિકિટ ન દેવાય…

પ્રવીણભાઇ : બરોબર, પણ મને વશરામભાઇએ ટિકિટ થોડી દીધી છે ?

ઈન્દ્રનીલઃ અરે તેણે જ દીધી છે, બાકી કોઈનો બાપ દઇ શકે તેમ નહોતો…

પ્રવીણભાઇ : હું પરાણે ક્યા હું કહુ છું…

ઈન્દ્રનીલ : તેની અક્કલમઠ્ઠાઈ તેને નડે છે. તમે આનો વિચાર કરજો બાકી બહું નડશે તમને…

પ્રવીણભાઇ : ના ઇન્દ્રનીલભાઇ એમાં એવું કાંઈ નો હોય ભાઈ…

ઈન્દ્રનીલ : અરે હા ધમકી સમજો તો ધમકી…

પ્રવીણભાઇ : ના ના ધમકી નહીં…

ઈન્દ્રનીલ : તમે મહેશ રાજપુત (પૂર્વ શહેર કોંગ્રેસના પ્રમુખ)ના રસ્તે ચાલો છો…

પ્રવીણભાઇ : મહેશ રાજપુત ગયો ઘરે, બધા ગયા ઘરે મારે કોઇ સાથે લેવા દેવા નથી, અમે તમને પણ મદદ કરી હતી, ન કરી હોય તો કયો..

ઈન્દ્રનીલ : નહીં મદદ કરી કે ન કરી હોય એમ નહીં પણ આ વસ્તુ વ્યાજબી નથી થાતી, રાજકોટ કોંગ્રેસની આબરૂ જાય છે…

બોલતા ન આવડતું હોય તેને વિપક્ષ નેતા બનાવે, એ પણ જામનગર અને અમદાવાદને સેટલ કરવા માટે બનાવે, અહીં કોંગ્રેસ ભાંગે તે મને વાંધો છે, બાકી મને જરાય વાંધો નથી.

પ્રવીણભાઇ : તો પછી તમે જ ઉપર ના પાડી દો ને…

ઈન્દ્રનીલ : ઉપર તો બધા નાલાયકો બેઠા છે…

પ્રવીણભાઇ : એ તમારો પ્રશ્ન છે મારો નથી….

ઈન્દ્રનીલ : તમારા પ્રશ્નો તમારે સ્વીકારવા જોઇએ

પ્રવીણભાઇ : આવજો…આવજો…અને ફોન કટ

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

સમગ્ર મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મેં કોંગ્રેસના સારા માટે કહ્યું છે, કોઇ નિર્ણય ખોટો હોય તો મારે કહેવું પડે અને એટલા માટે જ મેં એકવાર રાજીનામું આપી દીધું હતું. પક્ષનાં ભલા માટે વિચારવું મારુ કામ છે અને હું આ કામને કરતો રહીશ. તેના માટે કોઈપણ વિરોધનો સામનો કરવો પડે તો તે મને મંજુર છે. આ કલીપ જાહેર કરનારે પણ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud