• 1 – મે થી જ 18 થી 44 વર્ષનાં લોકોનું રસીકરણ કરવા માટે 50 કેન્દ્રો કાર્યરત કરાયા – સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ
  • રાજકોટમાં નવા કેસની વાત કરવામાં આવે તો કાલે એક જ દિવસમાં નવા 181 પોઝીટીવ કેસ નોંધાયા
  • શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલમાં 1217 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

WatchGujarat. શહેરમાં કોરોનાથી થતા મોત અને નવા કેસ સતત ઘટી રહ્યા છે. અને આજે બપોરે સુધીમાં માત્ર 32 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. ત્યારે હવે કોરોનાને નાબૂદ કરવા મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય પણ લેવાયો છે. જે અંતર્ગત 18 થી 44 વર્ષના લોકો માટે વેકસીનેશન બમણું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે આજથી જ 50 કેન્દ્રો પર 400 સ્લોટ ખુલશે. અને સાંજના 6 વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવશે. જેમાં દરરોજ 20 હજાર યુવાનોને કોરોનાની રસી આપવામાં આવશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે, 1મેથી જ 18થી44 વર્ષનાં લોકોનું રસીકરણ કરવા માટે 50 કેન્દ્રો કાર્યરત કરાયા છે. જે-તે સમયે કોરોના સંક્રમણ વધુ હોવાથી દરરોજ 200 સ્લોટ જ અપાતા હતા. પરંતુ હવે સંક્રમણ ઘટતા વધુમાં વધુને વેકસીન આપી શકાય તે માટે આજથી જ તમામ 50 કેન્દ્રો ઉપર 400 સ્લોટ ખોલવાનું નક્કી કરાયું છે. આ તમામ કેન્દ્રો ઉપર મળીને 20 હજાર જેટલા યુવાઓનું રસીકરણ દરરોજ કરવામાં આવશે. આ સાથે જ 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ 25 કેન્દ્રો કાર્યરત હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

રાજકોટમાં નવા કેસની વાત કરવામાં આવે તો કાલે એક જ દિવસમાં નવા 181 પોઝીટીવ કેસ નોંધાયા હતા. તેની સામે 178 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. આજે બપોર સુધીમાં નવા માત્ર 32 કેસ નોંધાયા છે. તેમજ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલમાં 1217 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 11.20 લાખ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી 41,051 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. અને 39,629 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા રિકવરી રેઈટ વધીને 96.61 ટકા થયો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud