• કેન્દ્ર સરકાર અને રાજય સરકાર પંચાયતોને વિકાસ કામો માટે આર્થિક ભંડોળ આપે છે
  • જિલ્લા પંચાયતના બિલ્ડીંગમાં લાખો રૂપિયાના ખર્ચે સિમેન્ટના નબળા રસ્તા બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું
  • ભાજપનું શાસન આવ્યા બાદ આરસીસી રોડના આ કામનું ચેકીંગ થતા કામની ગુણવત્તા તદન હલકી કક્ષાની હોવાનું ધ્યાનમાં આવ્યું – ભુપત બોદર

WatchGujarat. જિલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ ભૂપત બોદરની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેમણે કોંગ્રેસનાં શાસનકાળ દરમિયાન રસ્તાના કામમાં થયેલા રૂ. 42 લાખના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. સાથે જ કૌભાંડ મુદ્દે તપાસ સમિતિ નિમીને પૂર્વ સત્તાધીશો સહિતનાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. એટલું જ નહીં આ કૌભાંડમાં સામેલ સાગઠિયા કન્સ્ટ્રક્શન નામની પેઢીનું પેમેન્ટ પણ અટકાવી દેવાયું છે.

ભુપત બોદરનાં જણાવ્યા મુજબ, જિલ્લા પંચાયતના બિલ્ડીંગમાં લાખો રૂપિયાના ખર્ચે સિમેન્ટના નબળા રસ્તા બનાવવાનું કૌભાંડ પકડી પડાયેલ છે. આ કામ કરનાર સાગઠીયા કન્ટ્રકશન નામની કોન્ટ્રાક્ટર પેઢીનું પેમેન્ટ તાત્કાલીક અસરથી અટકાવી દેવાયું છે. જરૂર પડ્યે આ પ્રકરણમાં ફોજદારી ફરિયાદ તેમજ ACBની રેડ પણ પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર પંચાયતોને વિકાસ કામો માટે આર્થિક ભંડોળ આપે છે. ત્યારે ભ્રષ્ટાચારનો ચારો ખાવાના મલીન ઇરાદા રાખનારાઓ માટે રાજકોટ જિલ્લા પંચાયતમાં કોઇ જગ્યા નથી.

સમગ્ર મામલાની વિગતો આપતા બોદરે કહ્યું હતું કે, કોરોના કાળમાં જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં કોંગ્રેસના શાસનમાં આરસીસીના રસ્તા બનાવવાનું કામ થયું હતું. ઓગષ્ટ 2020થી ડિસેમ્બર-2020 સુધી આ રસ્તાનું કામ રાત્રે- રાત્રે કરવામાં આવ્યું હતું. ભાજપનું શાસન આવ્યા બાદ આરસીસી રોડના આ કામનું ચેકીંગ થતા કામની ગુણવત્તા તદન હલકી કક્ષાની હોવાનું ધ્યાનમાં આવ્યું છે. અને આ અંગે વધુ તપાસ કરતાં આ કામ પેટે 42 લાખ રૂપિયાનું બીલ જિલ્લા પંચાયતમાં રજૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળતા આ બીલને મંજૂરી આપવામાં આવી નથી.

આ કામમાં નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે. તેમાં કોઈ અધિકારી કે કોંગ્રેસના પદાધિકારીઓની સંડોવણી હશે તેની સામે આકરા પગલા લેવામાં આવશે. ભૂપત બોદરે આવા ખોટા કામ કરનારા કોન્ટ્રાકટરો, અને ભ્રષ્ટ અધિકારીઓ સહિત તેના મળતીયાઓને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે હવે કોઇ જ પ્રકારની લાલીયાવાડી ચલાવવામાં આવશે નહી. જે કોઇ પંચાયતમાં કામ કરે છે તે નિષ્ઠાપૂર્વક કામ કરે તે જરૂરી છે. અને ભ્રષ્ટાચાર આચરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી ચેતવણી પણ તેમણે આપી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud