• 54 વર્ષના ભીમજીભાઈ જેરામભાઈ બોડાને કોરોના થયા બાદ ફેફસાંમાં ઈન્ફેક્શનથી ઓક્સીજન લેવલ ઘટી જતા  તેમનું અવસાન થયું
  • બે પુત્રીઓ અને પત્નીએ સદગતનું અસ્થિ વિસર્જન કોઈ પવિત્ર નદી કે જળકુંડમાં કરવાને બદલે પ્રકૃતિની રક્ષાને ધ્યાને લઈને વાડીમાં કર્યું
  • વાડીની જમીનમાં જ આ અસ્થિનું વિસર્જન કરીને ત્યાં વડ, પીપળો, પારસ  પીપળો, ઉમરો, પીપર એ પાંચ વૃક્ષો વાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી – આરઝુ

WatchGujarat. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું અવસાન થયા બાદ તેના અસ્થિનું ગંગા-ગોમતી સહિતની નદીમાં વિસર્જન કરવામાં આવતું હોય છે. પરંતુ એક મૃતકનાં પત્ની અને બે પુત્રીઓ દ્વારા જમીનમાં તેમના અસ્થિનું વિસર્જન કરાયું છે. ઓક્સિજનનાં અભાવે સદગતનું મોત થયું હોવાથી અસ્થિનું જમીનમાં જ વિસર્જન કરી નદી-કુંડમાં પ્રદૂષણ ન થાય,અને વિશ્વને પ્રાણવાયુ મળે તે માટે વૃક્ષો ઉગાડી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોવાનું પરિવારે જણાવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, ઈશ્વરીયાના 54 વર્ષના ભીમજીભાઈ જેરામભાઈ બોડાને કોરોના થયા બાદ ફેફસાંમાં ઈન્ફેક્શનથી ઓક્સીજન લેવલ ઘટી જતા  તેમનું અવસાન થયું હતું. જેને લઈ તેમની બે પુત્રીઓ અને પત્નીએ સદગતનું અસ્થિ વિસર્જન કોઈ પવિત્ર નદી કે જળકુંડમાં કરવાને બદલે પ્રકૃતિની રક્ષાને ધ્યાને લઈને વાડીમાં કર્યું હતું. અને ઓક્સીજનના અભાવે જીવ ગુમાવનાર ઘરના મોભીની યાદમાં સમસ્ત વિશ્વને ઓક્સીજન મળે તે માટે પાંચ વૃક્ષોનું વાવેતર કરીને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

મૃતકનાં પરિવારમાં પત્ની હસ્મિતાબેન તેમજ સંતાનમાં બે પુત્રીઓ આરઝુ અને શ્રેયા છે. આરઝુએ જણાવ્યું હતું કે, પિતાની અંતિમક્રિયા અમે હિન્દુ વિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર, શાંતિયજ્ઞા કરીને કરી હતી. પરંતુ આ દરમિયાન અમને સમજાયું કે માટીમાંથી (પંચમહાભૂત) બનેલો માનવ દેહ માટીમાં જ સમાઈ જવાનો છે. જેને લઈને અમને વિચાર આવ્યો કે દામોદર કુંડ કે ત્રિવેણી સંગમ કે ગંગા નદી જેવા જળસ્ત્રોતમાં પરંપરાગત રીતે અસ્થિ વિસર્જન કરાય તો પર્યાવરણ માટે યોગ્ય નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

આ વિચારને લઈને અમે અમારા એક સગાની હળવદ તાલુકામાં આવેલી વાડીની જમીનમાં જ આ અસ્થિનું વિસર્જન કરીને ત્યાં વડ, પીપળો, પારસ  પીપળો, ઉમરો, પીપર એ પાંચ વૃક્ષો વાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ પાંચ વૃક્ષો એટલે પસંદ કર્યા કે તેનાથી પર્યાવરણમાં મહત્તમ ઓક્સીજન ભળવાની સાથે જ પંખીઓને પણ આશરો મળે છે. અસ્થિ વિસર્જનના આ ઈકોફ્રેન્ડલી અભિગમને બીરદાવતા નિવૃત વન અધિકારી વી.ડી.બાલાએ આ વિચારને ક્રાંતિકારી ગણાવી લોકોને આ માટે આગળ આવવા અપીલ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud