• રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એટેન્ડન્ટની ફરજ બજાવતી 26 વર્ષની યુવતિ બુધવારે રાત્રીના 09:00થી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી હતી
  • યુવતિને બહાર બોલાવીને યુવકે હાથ પકડી લઈ શારીરિક અડપલાં કર્યા
  • યુવતિએ તરત જ અન્ય સાથી યુવતિઓને બોલાવી લેતા રાકેશ ત્યાંથી નાસી ગયો હતો

Watchgujarat. શહેરની સિવિલ હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં શરમજનક બનાવ સામે આવ્યો છે. જેમાં સુપરવાઈઝરે નાઈટ ડ્યુટી દરમિયાન ‘તું બહાર આવ, તારું તો ખાસ ધ્યાન રાખવાનું છે’ કહીને એક મહિલા એટેન્ડન્ટ સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જો કે આ મામલે મહિલા એટેન્ડન્ટ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા જ પોલીસે આરોપી સુપરવાઈઝરને ઝડપી લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળી રહેલી વિગત મુજબ, શહેરની સિવિલ હોસ્પિટલમાં એટેન્ડન્ટની ફરજ બજાવતી 26 વર્ષની યુવતિ બુધવારે રાત્રીના 09:00થી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી હતી. આ સમયે સેનેટરી ઇન્સ્પેક્ટર રાકેશ માકડીયા અડધી રાત્રે આવ્યો હતો. તેમજ તેણે કહ્યું હતું કે ‘તારું ખાસ ધ્યાન રાખવાનું છે, તું બહાર તો આવ મારે વાત કરવી છે’ અને બાદમાં હાથ પકડી લઈ શારીરિક અડપલાં કર્યા હતા. જો કે યુવતિએ તરત જ અન્ય સાથી યુવતિઓને બોલાવી લેતા રાકેશ ત્યાંથી નાસી ગયો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ફરિયાદમાં યુવતિએ જણાવ્યું છે કે, આ સુપરવાઈઝરે અગાઉ પણ અનેક યુવતિઓ સાથે આ પ્રકારે છેડતી કરી છે. પરંતુ બદનામીનાં ડરે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. તો પોલીસનાં જણાવ્યા મુજબ, રાકેશ માકડીયા નામના સેનેટરી ઇન્સ્પેક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ યુવતિ દ્વારા કરાયેલા આક્ષેપો સાચા છે કે કેમ ? આરોપી રાકેશ માકડીયાએ અન્ય યુવતિઓ સાથે આ પ્રકારનું અભદ્ર વર્તન કર્યું છે કે કેમ? સહિતની બાબતો અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud