• રાજકોટમાં સાથી સેવા ગ્રુપ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે
  • ગ્રુપના મહિલા અગ્રણી જલ્પાબેન પટેલના પતિએ અને તેના મળતીયાઓએ ગત રાત્રે કર્યો હિંસક હુમલો
  • સેવા કાર્યમાં સફળ મહિલાના પતિએ જ તેની પર હુમલો કરાવતા મચી ચકચાર

WatchGujarat. શહેરમાં સેવાકાર્યોમાં સતત અગ્રેસર રહેતા સાથીસેવા ગ્રુપનાં જલ્પા પટેલ અને કાર્યકર મૌલિક સરવૈયા પર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં મૌલિક સરવૈયાનાં ઘરે જલ્પાબેન જમવા રોકાયા હોઈ આડાસંબંધની શંકાએ જલ્પાબેનના પતિ કેતનભાઈએ અજાણ્યા શખ્સ સાથે મળીને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. આ બનાવ અંગે મૌલિકભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૌલિક સરવૈયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ પરિવાર સાથે રહીને મસાલાનો વેપાર કરવા ઉપરાંત સાથીસેવા ગ્રુપમાં સેવાનું કામ કરુ છું. ગત તારીખ 25 મેની રાત્રે નવેક વાગ્યે હું તથા જલ્પાબેન પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાને જમાડીને મારા ઘરે ગયા હતાં. મેં તેઓને મારી ઘરે જમીને જવાનું કહ્યું હતું. અમારા ઘરમાં અમે બે જ હાજર હતાં.

દરમિયાન રાત્રીના સાડા અગિયાર વાગ્યે અમે જમવાની તૈયારી કરતાં હતાં. ત્યારે જલ્પાબેનના પતિ કેતનભાઇ અને તેની સાથે એક અજાણ્યો શખ્સ મારા ઘરે આવ્યા હતાં. તેમજ તમારે શું સંબંધ છે? તેમ કહીને બિભત્સ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં અમને બંનેને ઘરના દરવાજા બંધ કરી આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ મારા માથામાં સૂટકેસ ફટકારતા લોહીલુહાણ થઈ ગયો હતો. જોકે બાદમાં પાડોશીઓ આવી જતા બંને નાસી છૂટ્યા હતા.

મૌલિકભાઈની આ ફરિયાદને આધારે પોલીસે જલ્પા પટેલનાં પતિ કેતનભાઈ અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજીતરફ મોડી રાત્રે જલ્પા પટેલ પણ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને પોતે આત્મીય કોલેજ પાછળ રામધામ સોસા.માં હતા, ત્યારે પતિ કેતને અન્ય એક અજાણ્યા શખ્સ સાથે મળી માર માર્યાનું કહેતાં તે મુજબની એન્ટ્રી પણ તાલુકા પોલીસમાં નોંધાવાઇ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, અવારનવાર એકલ દોકલ વ્યકિતને ઘરમાં પુરી રખાયા હોય કે પછી કોઇ વ્યકિત લાંબા સમયથી ઘરમાં કોઇને કોઇ કારણોસર કેદ હોય તો ત્યાં તેમની મદદે પહોંચી તેઓને સારવાર માટે ખસેડવાનું સેવાકીય કામ સાથીસેવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. તેમજ શહેરમાં ભુખ્યાઓને ભોજન અપવા સહિતની સેવાકિય પ્રવૃતિ પણ સાથીસેવા ગ્રુપ ચલાવે છે. અને તેમના કાર્યો ફેસબૂક પેઇજ પર લાઈવ કરવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud