રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની ફૂડ, એગ્રો, મશીન ટૂલ્સ સહીતની અનેકવિધ ઇન્ડસ્ટ્રીઝની મશીનરીની આફ્રિકન કન્ટ્રીઝમાં મોટા પાયે જરૂરિયાત
ડેલિગેશનમાં સાથે આવેલા મિસ બિરુંગી સોફી (કોમર્શિયલ ડ્યુટીઝ ઓફિસર ઇન્ચાર્જ) અને કાઉન્સેલર ઓફીસર મિસ જ્હોન એમોંગ એ આફ્રિકન કન્ટ્રીઝમાં ટુરિઝમ ઉદ્યોગ ક્ષેત્રે પણ વિશાળ તકો હોવાનું કહ્યું
રાજકોટ સરકીટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં વિવિધ વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ઉદ્યોગ ક્ષેત્રે માહિતીની આપ-લે કરી હતી
Watchgujarat. ઈન્ડેક્ષ્ટ-બી તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત પ્રયાસો તેમજ વેપાર ઉદ્યોગ મહામંડળના સહયોગથી યુગાન્ડા હાઈ કમિશનનું ડેલિગેશન રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ તેમજ દ્વિપક્ષીય વેપાર ઉદ્યોગ સંભાવના અર્થે રાજકોટની બે દિવસીય મુલાકાતે આવ્યું છે. ડેલીગેશનનાં એમ્બેસેડર (ડેપ્યુટી હેડ ઓફ મિશન) કેઝાલા મોહંમદે ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત તેમજ વિવિધ એસોસિસેશનના પ્રતિનિધિ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, યુગાન્ડા સહીત આફ્રિકન દેશોમાં વિવિધ દ્વિપક્ષીય વેપાર ઉદ્યોગ માટે વિશાળ તકો ઉપલબ્ધ બની છે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની ફૂડ, એગ્રો, મશીન ટૂલ્સ સહીતની અનેકવિધ ઇન્ડસ્ટ્રીઝની મશીનરીની આફ્રિકન કન્ટ્રીઝમાં મોટા પાયે જરૂરિયાત હોઈ તેઓ અહીં રૂબરૂ મુલાકાતે આવ્યાનુ જણાવી આફ્રિકન દેશોમાં ઉદ્યોગ સ્થાપવા માટે એમ્બેસેડરે રાજકોટના ઉદ્યોગપતિઓને આમંત્રણ પણ આપ્યું છે. તો 7 ઇસ્ટ આફ્રિકન દેશોના સમુહની 200 મિલિયનની વસ્તી માટે દ્વિપક્ષીય વેપાર ઉદ્યોગની ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત માટે વિશાળ તકો કોરોના બાદ ખુલી હોઈ જેનો લાભ ગુજરાત અને સૌરાષ્ટ્રની વિવિધ ઇન્ડસ્ટ્રીઝને લેવા પણ કેઝાલાએ અનુરોધ કર્યો છે.
આ તકે કેઝાલાએ સૌરાષ્ટ્ર-યુગાન્ડા સાથે ઐતિહાસીક સંબંધો સહીત અહીંના ઉદ્યોગપતિઓનું આફ્રિકન દેશોમાં પ્રદાનથી પ્રભાવિત થઈ આ સંબંધ વધુ મજબૂત બને તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ડેલિગેશનમાં સાથે આવેલા મિસ બિરુંગી સોફી (કોમર્શિયલ ડ્યુટીઝ ઓફિસર ઇન્ચાર્જ) અને કાઉન્સેલર ઓફીસર મિસ જ્હોન એમોંગ એ આફ્રિકન કન્ટ્રીઝમાં ટુરિઝમ ઉદ્યોગ ક્ષેત્રે પણ વિશાળ તકો હોવાનું કહ્યું હતું. બીજીતરફ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોરભાઈ મોરીએ ગુજરાત ઔદ્યોગિક પોલિસી, ઔદ્યોગિક સહાય, રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ પ્રોફાઈલ સહીત માહિતી પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી.
રાજકોટ સરકીટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં ચેંબર ઓફ કોમર્સ, એંજિનયિરિંગ એસોસિએશન, શાપર વેરાવળ, લોઠડા, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, મશીન ટૂલ્સ એઓસિએશન, લઘુ ઉદ્યોગ ભરતી તેમજ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ઉદ્યોગ ક્ષેત્રે માહિતીની આપ-લે કરી હતી. આગામી બે દિવસોમાં યુગાન્ડા ડેલિગેશન રાજકોટની 12 વિવિધ ઇન્ડસ્ટ્રીની રૂબરૂ મુલાકત લઈ વિવિધ ક્ષેત્રે એમ.એસ.એમ.ઈ મશીનરીની ખરીદીની પ્રક્રિયા પણ કરશે.