• રાજકોટથી મહિકા નજીક રેતીનો ટ્રક ભરવા આવતા રાહુલ આહીરનો ચારેક જેટલા શખ્સોએ ફોરવ્હીલ ગાડીમાં પીછો કર્યો
  • વાંકાનેર હોલ માતાના મંદિર નજીક આવતા એક અવાવરૂ જગ્યામાં રાહુલને આંતરી લઈ હત્યાને અંજામ આપ્યો
  • રાહુલ હત્યાના આરોપમાં થોડા સમય પહેલાં જ જેલમાંથી જામીન પર છૂટયો હોવાનું સામે આવ્યું

Watchgujarat. શહેરમાં ખૂન કા બદલા ખૂનની ઘટના સામે આવી છે. જેમાં હત્યારોપી જામીન ઉપર છુટતા જ ઇનોવા કાર વડે પીછો કરી તેની હત્યા કરવામાં આવી છે. મૃતકનાં ચારેક સગાએ જ વાંકાનેર હોલ માતાના મંદિર નજીક રાજકોટના આ યુવાનની હત્યા કરી હોય તેવી આશંકાનાં આધારે હાલ પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી હતી. જો કે આરોપીઓ પોલીસનાં હાથવેંતમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

જાણવા મળી રહેલી વિગત મુજબ, રાજકોટથી મહિકા નજીક રેતીનો ટ્રક ભરવા આવતા રાહુલ આહીરનો ચારેક જેટલા શખ્સોએ ફોરવ્હીલ ગાડીમાં પીછો કર્યો હતો. અને વાંકાનેર હોલ માતાના મંદિર નજીક આવતા એક અવાવરૂ જગ્યામાં રાહુલને આંતરી લઈ હત્યાને અંજામ આપી નાસી છૂટ્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. મૃતક રાહુલ હત્યાના આરોપમાં થોડા સમય પહેલાં જ જેલમાંથી જામીન પર છૂટયો હોવાનું સામે આવ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલસીબી, વાંકાનેર તાલુકા પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મોરબી એસપી ઓડેદરાનાં જણાવ્યા મુજબ, પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવ જૂની અદાવતમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ષ 2019માં રાજકોટમાં મુસ્લિમ યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ગુનામાં મૃતક રાહુલ જેલમાં પણ હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud