• કારમાં મહુવા જઇ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત
  • એસ ટી બસ સાથેની ટક્કરમાં દંપત્તિનું ગંભીર રીતે ઘાટલ થયા બાદ મોત
  • સદનસીબે બાળકોનો બચાવ, બાળકો હાલ સારવાર હેઠળ છે

WatchGujarat. તળાજા મહુવા હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં બે બાળકોની નજર સામે જ તેના માતા અને પિતાનું મોત નીપજ્યુ છે. જ્યારે બાળકો સહિત 3 ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે પોલીસ કાફલો અને 108 ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં 108 ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે તેમજ મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી માહિત મુજબ, ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પરિવાર કારમાં મહુવા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન સામેથી આવતી એસટી બસ સાથે કાર ધડાકાભેર અથડાતા આ કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી.

પોલીસની પ્રથમીમ તપાસમાં જાણવા મળ્યા અનુસાર અકસ્માતમાં બ્રિજરાજસિંહ જાડેજા અને જાગૃતિબા બ્રિજરાજસિંહ જાડેજાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે 11 વર્ષીય કાવ્યરાજ અને 9 વર્ષીય કીર્તિબા સહિત 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ બંને બાળકોને રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud