• શિતલ અને તેનો પતિ મહેશ ઘણાં સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. આ માટે શિતલ દરરોજ ઘરેથી બસમાં માલવીયા ચોક ખાતે આવેલી લાયબ્રેરીમાં વાંચન માટે જતી
  • ગત તારીખ 13મીએ પણ તે નિત્યક્રમ મુજબ ઘરેથી લાયબ્રેરી જવા નિકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત આવી ન હતી
  • પરીવારજનો શોધખોળ કરતા હતા ત્યારે જ શાપર પાસેથી શિતલ અર્ધબેભાન હાલતમાં મળી આવી
  • શનિવારે શિતલની વિધિ પુરી કર્યા બાદ તેનો પતિ મહેશ કોઈને કહ્યા વિના ઘરેથી નિકળી લાપત્તા બની ગયો
  • પત્તો નહી લાગતા થોરાળા પોલીસમાં ગુમ થયાની જાહેરાત કરી, આખરે રાંદરડા તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો

WatchGujarat. દુધસાગર રોડ પરના અમરનગરમાં રહેતી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી 24 વર્ષીય શિતલ નામની પરિણિતાના રહસ્યમય મોતની ઘટના સામે આવી હતી. ત્યારબાદ શનિવારે ઘરેથી લાપત્તા થયેલા તેના 25 વર્ષીય પતિ મહેશ ચનીયારાનો આજે રાંદરડા તળાવમાંથી મૃતદેહ મળી આવતા પરીવારજનો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. પત્નીના વિયોગમાં મહેશે આત્મહત્યા કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ શિતલ અને તેનો પતિ મહેશ ઘણાં સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. આ માટે શિતલ દરરોજ ઘરેથી બસમાં માલવીયા ચોક ખાતે આવેલી લાયબ્રેરીમાં વાંચન માટે જતી હતી. ગત તારીખ 13મીએ પણ તે નિત્યક્રમ મુજબ ઘરેથી લાયબ્રેરી જવા નિકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત આવી ન હતી. વળી તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ મળતા આકુળ-વ્યાકુળ પરીવારજનો શોધખોળ કરતા હતા ત્યારે જ શાપર પાસેથી શિતલ અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી.

આ ઘટનાને પગલે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં ગઈ તા.17 મીએ તેનું મોત નિપજ્યું હતું. પોસ્ટ મોર્ટમમાં એસિડથી મોત થયાનું ખુલ્યું હતું. જે તે વખતે તેનો પર્સ અને મોબાઈલ ફોન મળ્યા ન હોવાથી પરીવારજનો અને કોળી સમાજે લૂટના ઈરાદે એસિડ પાઈ હત્યા થયાનો આક્ષેપ કર્યો હતો. જો કે સમર્થન આપતા પુરાવા પોલીસને મળ્યા ન હતા. જે તે વખતે શિતલનું પર્સ પોલીસને મળી ગયો હતો. પરંતુ આજ સુધી મોબાઈલ ફોન મળ્યો નથી. શનિવારે શિતલની વિધિ પુરી કર્યા બાદ તેનો પતિ મહેશ કોઈને કહ્યા વિના ઘરેથી નિકળી લાપત્તા બની ગયો હતો.

પરીવારજનોએ તેની પણ વ્યાપક શોધખોળ કરી હતી. પરંતુ પત્તો નહી લાગતા થોરાળા પોલીસમાં ગુમ થયાની જાહેરાત કરી હતી. આખરે આજે રાંદરડા તળાવમાંથી તેનો મૃતદેહ મળતા સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના તરવૈયાએ સ્થળ પર પહોંચી જઈ મૃતદેહ બહાર કાઢી આજીડેમ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઓળખ મેળવવા તપાસ કરી રહી હતી. ત્યારે પરીવારના સભ્યોએ આવી આ મૃતદેહ મહેશનો હોવાનું ઓળખી બતાવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners