• રાજકોટના પ્લોટમાં રાષ્ટ્રીય શાળા પાસેનાં ફ્લેટમાં આરોપી ઋષીકેશ પંકજભાઇ મહેતા વિદેશી દારૂની ફેક્ટરી ચલાવતો હોવાની માહિતી પોલીસને મળી
  • ભંગારમાંથી દારૂની બોટલો લાવીને હલ્કી કક્ષાનો દારૂ ભેળવી મોંધા ભાવે આરોપી વેચતો
  • પોલીસે આરોપી પાસેથી રૂ. 7 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો

WatchGujarat. તાજેતરમાં જ પોલીસે મોંઘી બ્રાન્ડનો નકલી દારૂ બનાવી વેંચતા શખ્સને ઝડપી પાડ્યો હતો. ત્યારે સસ્તો દારૂ નવા ઢાંકણા-સ્ટીકરવાળી બોટલમાં ભરીને મોંઘાભાવે વેંચવાનાં આવા જ વધુ એક કારસ્તાનનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં આરોપી મનહર પ્લોટ નજીક પોતાના ફ્લેટમાં જ મીની ફેક્ટરી ચલાવતો હતો. અને સ્વીફ્ટ કારમાં દારૂની હેરાફેરી કરતો હતો. પોલીસે કુલ રૂ. 7 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મનહર પ્લોટમાં રાષ્ટ્રીય શાળા પાસેનાં ફ્લેટમાં આરોપી ઋષીકેશ પંકજભાઇ મહેતા વિદેશી દારૂની ફેક્ટરી ચલાવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેમાં આરોપી સસ્તો દારૂ મંગાવી તે દારૂ પાણીના ખાલી કેરબામાં નાખી બહારથી ખાલી બોટલો ભંગારમાંથી લાવી તેમજ સીલપેક નવા ઢાકણા તથા સ્ટીકર બહારથી મંગાવી તે ખાલી બોટલમાં સસ્તી બ્રાન્ડનો દારૂ ભરી તેમાં થોડુ પાણી ઉમેરી ભેળસેળ કરી મોંઘી બ્રાન્ડની સ્કોચના નામે ઉંચી કિંમતે વેંચતો હતો.

પોલીસે મનહર પ્લોટ શેરી નં.1 ધોળકીયા સ્કુલની સામે ફલેટ નંબર 401માં દરોડો પાડી ઋષીકેશ મહેતા નામના એક શખ્સને ઝડપી પાડ્યો છે. અને તેની પાસેથી રોયલ ચેલેન્જ વ્હીસ્કી બે લીટરની 9 બોટલો કિ.રૂ.13,500, 100 પાઇપર્સ 4 બોટલ કિ.રૂા.1600, વેટ-69ની સાત બોટલો કિ.રૂા.2800, એક મોબાઇલ ફોન કિ.રૂા.500 સ્વીફટ કાર કિ.રૂા. 7,00,000 તથા સ્કોચ વ્હીસ્કીની ખાલી બોટલો અને ઢાકણા-સ્ટીકર તથા ખાલી કેરબો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud