• રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 15 દર્દીનો ભોગ લીધો
  • ત્રીજી લહેર આવશે કે નહીં આવે તે નક્કી નથી. છતાં ત્રીજી લહેરને ધ્યાને રાખીને IMA એ તમામ અગમચેતીની તૈયારીઓ પૂર્ણ કરી
  • હાલમાં રિકવરી રેઈટ વધીને 96.83 ટકા પર પહોંચ્યો

WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને સાથે જ મૃતકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. અને બપોર સુધી માત્ર 30 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. બીજીતરફ શહેરમાં રસીકરણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ત્રીજી લહેર પહેલા 12થી18 વર્ષનાં બાળકોનું રસીકરણ કરવાની માંગ IMA પૂર્વ પ્રમુખ અને બાળ રોગ નિષ્ણાંત ડો. જય ધીરવાણીએ કરી છે.

ડોક્ટર જય  ધીરવાણીનાં જણાવ્યા મુજબ, કોરોનાની ત્રીજી લહેર સુધીમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોએ વેકસીન લીધી હોઇ બાળકો પર સંક્રમણનો ભય વધુ છે. જેને લઈને વધુ સાવચેતી માટે 12થી18 વર્ષનાં બાળકોનું પણ વેકસીનેશન કરવું જરૂરી છે. આ માટે આગામી બે દિવસમાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આગામી 2 દિવસમાં સરકારને રજૂઆત કરવામાં આવશે. જોકે આ ત્રીજી લહેર આવશે કે નહીં આવે તે નક્કી નથી. છતાં ત્રીજી લહેરને ધ્યાને રાખીને IMA એ તમામ અગમચેતીની તૈયારીઓ પૂર્ણ કરી છે. ત્યારે હવે 12થી18 વર્ષનાં બાળકોને પણ વેકસીન આપવામાં આવે તો કોરોનાને લગભગ જડમૂળથી નાબૂદ કરી શકાય તેમ હોવાથી બાળરોગ નિષ્ણાતો આ માંગ કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 15 દર્દીનો ભોગ લીધો છે. સત્તાવાર વિગતો અનુસાર ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા શહેર અને જીલ્લાના 15 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા ખાસ નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. ગઈકાલે થયેલા 7 પૈકી માત્ર 1 દર્દીનું મૃત્યુ કોરોનાને કારણે થયાનું આ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે.

બીજીતરફ પોઝીટીવ કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં માત્ર 30 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. મ્યુ. કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે બપોરે 12 સુધીમાં કોરોનાનાં વધુ 30 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 41,201 થઈ છે. જો કે આ પૈકી 39,866 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલમાં રિકવરી રેઈટ વધીને 96.83 ટકા પર પહોંચ્યો છે. જ્યારે પોઝીટીવીટી રેઈટ 3.66 ટકા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud