• ખોડીયાર તળાવમાં એક માતાએ પોતાના જ બંન્ને કુમળી વયના સંતાનોને પાણીમાં ડૂબાડી દેવાની કમકમાટી ભરી ઘટના સામે આવી
  • સિહોર પોલીસમાં પતિ અજયભાઈ જેન્તીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી
  • પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી નવ વર્ષની બાળકી અને સાત વર્ષના બાળકને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિહોર ખસેડાયા

Watchgujarat. જિલ્લાના સિહોર ગામે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જેમાં સગી જનેતાએ તેના બન્ને બાળકો પાણીમાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યા છે. પતિએ પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદોસરની કાર્યવાહી શરૂ કરી છે. માતા મંદિરે દર્શન કરવા જવાનું કહી સંતાનોને લઈ ગઈ હતી. બાદમાં મંદિર નજીકના તળાવમાં જ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે પાછળનું કોઈ કારણ હજુ સામે આવ્યું નથી.

જાણવા મળતી વિગત મુજબ, ભાવનગર નજીકનાં સિહોર પાસે આવેલા પ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર પાસેના ખોડીયાર તળાવમાં એક માતાએ પોતાના જ બંન્ને કુમળી વયના સંતાનોને પાણીમાં ડૂબાડી મોતે ઘાટ ઉતારી દેતાં ચક્યાર મચી છે. આ અંગે સિહોર પોલીસમાં પતિ અજયભાઈ જેન્તીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ભાડાના મકાનમાં પોપટભાઈની વાડી રેલ્વે હોસ્પિટલ પાછળ મકાન ભાડે રાખી રહું છું અને હીરાના કારખાનામાં કામ કરું છું, મારા લગ્ન બાર વર્ષ પહેલા બોટાદ ખાતે થયા હતા, મારે 9 વર્ષની દીકરી દ્રષ્ટિ અને 6 વર્ષનો દીકરો ધાર્મિક છે.

હું જ્યારે સવારે કામે જાવા નીકળી ગયો હતો. ત્યારે મારી પત્ની અને બાળકો ઘરે જ હતા. સાંજનાં સાડા ચાર વાગે મારી પત્નીએ મને ફોન કરીને કહ્યું કે, હું બન્ને બાળકોને લઈ રાજપરા ખોડિયાર મંદિર દર્શન આવ્યા છીએ. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો, પછી સાંજનાં સાડા સાત વાગે પત્નિના મોબાઈલમાંથી મને મિસ્કોલ આવતા મેં તેમાં ફોન કરતા કોઈ ભાઈએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તમે જલ્દી રાજપરા ખોડિયાર મંદિરના તળાવ પાસે આવો તમારી પત્નીએ જ તમારા બંને બાળકોને ડુબાડી દીધા છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા સાતેક માસથી મારે અને મારી પત્નીને નાની વાતમાં ઘર કંકાસ થતો હોય જેના કારણે મારી પત્નીએ બન્ને બાળકોને તળાવમાં ડુબાડીને મારી નાખ્યા છે. મારી પત્ની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. સિહોર પોલીસે ગુનો નોંધી આઈ.પી.સી.302 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પર પહોંચતા માતા સુનિતા તળાવની ધારે બેઠી હતી. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી નવ વર્ષની બાળકી અને સાત વર્ષના બાળકને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિહોર ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસની બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud