• રાજકોટના 80 વર્ષીય તુલસીદાસ સોની મહંમદ રફી તરીકે જાણીતા છે
  • 15 એપ્રિલના રોજ તુલસીદાસને કોરોનાની ગંભીર અસર થતા ફેફસા 50% ડેમેજ થઈ ગયા
  • ગાયકની યાદશક્તિ જતા પરિવારજનોએ યુ-ટ્યુબમાંથી રફીનું ગીત સંભળાવી પૂછતાં કે, આ ગીત યાદ છે
  • મ્યુઝીક થેરાપી થકી કલાકારની યાદશક્તિ પાછી આવી સ્વસ્થ થયા

WatchGujarat. શહેરની સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં દર્દીને મ્યુઝીક થેરાપી આપવામાં આવી રહી છે. અને મ્યુઝીક થેરાપીનાં કારણે દર્દીઓ ઘણી રાહતનો અનુભવ કરતા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. તેમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કિસ્સો ખરેખર કોઈ ચમત્કાર સમાન છે. જેમાં રફીના ગીતો ગાનાર એક કલાકારે કોરોનાને કારણે તેની યાદશક્તિ ગુમાવી દીધી હતી. પણ તેના સંગીતનાં શોખને જાણનાર તેની દીકરીએ રફીનાં ગીતો દ્વારા તેની મ્યુઝીક થેરાપી શરૂ કરી હતી. અને ગણતરીના દિવસોમાં આ કલાકારની યાદશક્તિ પરત આવી જતા સ્થિતિ સામાન્ય બની છે.

જાણવા મળતી વિગતો મુજબ, 80 વર્ષીય તુલસીદાસ સોની મહંમદ રફી તરીકે જાણીતા છે. મૂળ અજમેરનાં રહીશ તુલસીદાસે 60-60 વર્ષ સુધી અજમેર સહીતનાં અનેક સ્થળોએ સ્ટેજ પર રફીના ગીત ગાઈ લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે. તારીખ 15 એપ્રિલના રોજ તુલસીદાસને કોરોનાની ગંભીર અસર થઈ હતી. જેમાં ફેફસા 50% ડેમેજ થઈ ગયા હતાં. દરમિયાન એક દિવસ તેઓ બેભાન થઈ ગયા અને ભાનમાં આવ્યા ત્યારે તેઓની સ્મૃતિ જતી રહેતા પરિવારજનોને પણ ઓળખી શકતા નહોતા.

આ સંજોગોમાં તેમની સ્મૃતિ પરત લાવવા તેમની પુત્રી ભાનુબેન જોગિયાએ તેમના ગીત પ્રત્યેના લગાવનો ઉપયોગ કર્યો હતો. તેઓને યુ-ટ્યુબમાંથી રફીનું ગીત સંભળાવી પૂછતાં કે, આ ગીત યાદ છે, અને તેઓ એ ગીત ઓળખી બતાવે, માત્ર એટલુંજ નહીં ગીત ગાઈ પણ સંભળાવે. બસ પછી તો તેમના પરિવારજનોને સમજાઈ ગયું કે, તેમને સંગીતના માધ્યમથી સાજા કરી શકાય તેમ છે. ભાનુબેન કહે છે કે, મ્યુઝિક થેરાપીના ચમત્કાર આપણે જોયા સાંભળ્યા છે, તો આ થેરાપી પપ્પાને પણ કારગત નીવડશે તે અભિગમ સાથે તેની આ થેરાપી શરૂ કરવામાં આવી હતી. જેમાં ધીરે ધીરે તેમના પપ્પા પરિવારજનોને ઓળખતા થયા હતા. અને હાલ તેમની તમામ સ્મૃતિ પાછી આવી ચુકી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

તુલસીદાસની સ્મૃતિ મ્યુઝિકના કારણે પાછી આવી તેવું તેમના પરિવારજનો માને છે. જેનું એક અન્ય ઉદાહરણ આપતા ભાવનાબેન કહે છે કે, મારો પુત્ર ધ્રુવ જયારે 3 વર્ષનો હતો ત્યારે મગજમાં તાવ ચડી જતા બોલવાની શક્તિ જતી રહી હતી. ત્યારે તેમના દાદા તુલસીદાસે મ્યુઝિક થેરાપી આપી હતી. ત્રણ વર્ષ સુધીની મહેનત બાદ ધ્રુવ બોલતા જ નહીં ગાતા પણ શીખ્યો હોવાનું પણ ભાવનાબેને કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud