છુટ્ટાછેડા લઇ એકલવાયું જીવન જીવતા રિક્ષાચાલકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેણીનું અપહરણ કરી હવસનો શિકાર બનાવી
કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી
WatchGujarat. સણોસરા ગામે રહેતા એક પરિવારની સગીર દીકરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં આ ગામના અને છુટ્ટાછેડા લઇ એકલવાયું જીવન જીવતા રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી તેણીનું અપહરણ કરી હવસનો શિકાર બનાવી હતી. બાદમાં ચોટીલા ફરવા લઇ જઈ ફરી તેના ઘરે મૂકી દીધા બાદ તેણીને પેટમાં દુખાવો ઉપાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ અંગે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
ભોગ બનનાર સગીરાના પિતાએ આ અંગે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રીક્ષાચાલક સંજય વિનુભાઈ કોળીનું નામ આપ્યું હતું. અને જણાવ્યું હતું કે, ગત તા. 17ના રોજ તેની સગીર દીકરી ઘરેથી લાપતા થઇ ગઈ હોઈ પરિવારે શોધખોળ શરુ કરી હતી. પરંતુ ક્યાંય ન મળતા પોલીસની મદદ લીધી હતી. જો કે બાદમાં 19 તારીખે સવારે દીકરી ઘરે પરત આવી ગઈ હતી. પણ તેણીને પેટમાં દુખાવો ઉપડતા પરિવારે કરેલી પૂછતાછ દરમિયાન તેણીએ ચોંકાવનારી કબૂલાત આપી હતી.
પીડિતાનાં કહેવા મુજબ, ગામમાં રહેતો સંજય કોળી જે રીક્ષા ચલાવે છે તેની રિક્ષામાં એકાદ વર્ષથી જતી હોવાથી તેની સાથે પરિચય થયો હતો. બાદમાં સંજય કોળી લગ્નની લાલચ આપી તેણીને ઉઠાવી ગયો હતો. અને ચોટીલા ફરવા લઇ ગયો હતો. આ દરમિયાન તા. 19ની સવારે સણોસરા ગામમાં જ રઘુભાઈના મકાનમાં વહેલી સવારે ચારેક વાગ્યે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. અને ત્યારબાદ ઘરે મૂકીને સંજય કોળી ભાગી ગયો હતો.
હાલ પેટમાં દુખાવો થતા સગીરાને હોસ્પિટલે ખસેડાઇ છે. સંજય કોળી અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ તેના છુટ્ટાછેડા થઇ ગયા હતા ત્યારથી તે એકલો રહેતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ કુવાડવા પીઆઇ એમ સી વાળા સહિતના સ્ટાફે આ અંગે તપાસ હાથ ધરી છે અને આરોપી પોલીસનાં હાથવેંતમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. બીજીતરફ માસુમ સાથે દુષ્કર્મ બાદ પરિવારમાં ઘેરા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.