• ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ચારને હરિયાણાથી ઝડપી લીધા હતા
  • લૂંટના ગુનામાં પકડવાના બાકી બંને આરોપી સતીશ અને ઇસુવ ઉર્ફે ટલ્લે ઉર્ફે યુસુફની યુપીથી ધરપકડ કરવામાં આવી
  • શિવ જ્વેલર્સની લૂંટમાં અવિનાશ ઉર્ફે ફોજીને એક્સિડન્ટમાં હાથમાં ઇજા થઇ હોવાથી તે લૂંટ કરવા અંદર જઈ શકે તેમ ન હતો

WatchGujarat. શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શિવ જ્વેલર્સમાં રૂપિયા 85 લાખની દિલધડક લૂંટ કરવામાં આવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ચારને હરિયાણાથી ઝડપી લીધા હતા. ત્યારે આજે વધારે બે આરોપીઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ દેશી બનાવટના તમંચા સહિત કુલ 13,75,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

સમગ્ર મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ, લૂંટના ગુનામાં પકડવાના બાકી બંને આરોપી સતીશ અને ઇસુવ ઉર્ફે ટલ્લે ઉર્ફે યુસુફની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને ઉત્તરપ્રદેશના આગ્રાના જગનેર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. લૂંટનો પ્લાન અવિનાશ ઉર્ફે ફૌજી અને સતીશ સાથે મળીને કરતા હતા. લૂંટ કઈ જગ્યાએ કરવી કેવી રીતે કરવી કોણે કોણે લૂંટ કરવા અંદર જવું અને લૂંટ દરમિયાન કોણ કઈ જગ્યાએ રહેશે તે તમામ બાબતોનું પ્લાનિંગ પણ આ બંને જ કરતા હતા.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, શિવ જ્વેલર્સની લૂંટમાં અવિનાશ ઉર્ફે ફોજીને એક્સિડન્ટમાં હાથમાં ઇજા થઇ હોવાથી તે લૂંટ કરવા અંદર જઈ શકે તેમ નહોતો. જો કે શુભમ દ્વારા દબાણ કરવામાં આવતા સતીશ અંદર ગયો હતો. આરોપી સતીશ મધ્યપ્રદેશના મુરૈના ગામનો વતની છે. મધ્યપ્રદેશનો મુરૈના અને ભિંડ બંને જિલ્લાનો વિસ્તાર વર્ષોથી ગુનાખોરી ડાકુ લુંટારાનો ચંબલ ઘાટીનો કુખ્યાત વિસ્તાર છે. આ બંને જિલ્લા બંદૂક રીવોલ્વર પીસ્તોલ વગેરે બનાવવા-વેંચવા માટે વર્ષોથી જાણીતા છે.

આરોપીઓ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર, તમામ  લૂંટ બાદ આરોપી સતીશના ભાગમાં આવતા સોના ચાંદીના દાગીના યુસુફને આપતો હતો. યુસુફ તમામ  જે મુદ્દામાલ વેપારીને વેંચી પોતાનું કમિશન રાખી બાકીના પૈસા સતીશને આપતો હતો. ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલ આરોપી સતીશ અને અવનીશ ફૌજી ઉપર મધ્યપ્રદેશ પોલીસ દ્વારા 3-3 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે. આરોપી સતીશ વિરુદ્ધ મધ્યપ્રદેશ,રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજયોમાં 14 જેટલા ગુના દાખલ થઇ ચુક્યા હોવાનું પણ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud