લૂંટ કરવાના થોડા સમય પહેલાં બીકેસ તથા અવિનાશે મોટરસાયકલની ચોરી કરી હતી
26 એપ્રિલે સવારે 11 આસપાસ બીકેસ વીંટી લેવાના બહાને શિવ જ્વેલર્સમાં રેકી કરવા ગયો
પિસ્તોલ બતાવી ધમકી આપી દુકાનમાં રહેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી
અવિનાશ અને બીકેશ મુદ્દામાલ પોતાના એક ભાડાના મકાનમાં મૂકીને બહાર પોલીસ તેમજ અન્ય વ્યક્તિની મુવમેન્ટ ઉપર નજર રાખતા
થોડા સમય પછી મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો આવેલો જોઇ જતાં તેઓને પકડાઈ જવાનો ડર લાગ્યો
WatchGujarat. ગત તારીખ 26 એપ્રિલના રોજ સામાકાંઠે આવેલા શિવ જવેલર્સ નામનાં શોરૂમમાં દિલધડક લૂંટ થયાની ઘટના સામે આવી હતી. જેમાં ગ્રાહક બનીને ઘુસેલા ત્રણેક હથિયારધારી શખ્સોએ શોરૂમ માલિકનાં લમણે રિવોલ્વર તાકી રૂ. 85 લાખથી વધુ કિંમતનાં સોના-ચાંદીનાં દાગીનાની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ માલિકને તિજોરીમાં પુરી નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય એક ઈસમને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વિગતો આપવા પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી.
પોલીસનાં જણાવ્યા મુજબ, લૂંટ કરવાના થોડા સમય પહેલાં બીકેસ તથા અવિનાશે મોટરસાયકલની ચોરી કરી હતી. બાદમાં 26 એપ્રિલે સવારે 11 આસપાસ બીકેસ વીંટી લેવાના બહાને શિવ જ્વેલર્સમાં રેકી કરવા ગયો હતો. અને પછી બપોરના 3 વાગ્યે સતીષ, શુભમ અને સુરેન્દ્ર નામના ત્રણેય શખ્સો હથિયાર સાથે અંદર ગયા અને બિકેશ તેમજ અવિનાશ બહાર રેકી કરતા હતા.
શોરૂમમાં ખરીદીનાં બહાને ઘુસેલા ત્રણેય આરોપીએ પ્રથમ તો વેપારીને ખરીદી માટે માલ બતાવવાનું કહ્યું હતું. દરમિયાન પિસ્તોલ બતાવી ધમકી આપી દુકાનમાં રહેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. તો સાથે જ શો રૂમ માં રહેલ તિજોરીમાં ફરિયાદીને પુરી બહારથી લોક કરી મુદ્દામાલ સાથે નાસી છૂટયા હતા. આરોપીઓએ લૂંટ કર્યા બાદ મુદ્દામાલનાં બે ભાગ પાડ્યા હતા. જેમાંથી એક ભાગ બીકેસ અને અવિનાશ પાસે રાખ્યો હતો.
બાદમાં જે મોટરસાયકલ બીકેશ અને અવિનાશ દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું. તે લઈ સતીષ, શુભમ અને સુરેન્દ્ર ત્રણેય મોરબી તરફ નાસી ગયા હતા. બીજીતરફ અવિનાશ અને બીકેશ મુદ્દામાલ પોતાના એક ભાડાના મકાનમાં મૂકીને બહાર પોલીસ તેમજ અન્ય વ્યક્તિની મુવમેન્ટ ઉપર નજર રાખતા હતા. થોડા સમય પછી મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો આવેલો જોઇ જતાં તેઓને પકડાઈ જવાનો ડર લાગ્યો હતો.
પોલીસનાં ડરને કારણે તેઓ મુદ્દામાલ રૂમમાં જ રાખી થોડે દૂર જઇ અગાઉ નક્કી થયા મુજબ ઓટો રીક્ષા મારફતે મોરબી નાસી ગયા હતા. સતીશ શુભમ અને સુરેન્દ્ર જે મોટરસાયકલ લઈને મોરબી તરફ ગયા હતા તે મોરબી પહેલા આવતા વિરપર ગામ પાસે જ મૂકીને તસીએનજી ઓટો રીક્ષામાં મોરબી બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. અને પાંચેય આરોપીઓ અગાઉથી નક્કી કર્યા મુજબ ભેગા થયા હતા.
દરમિયાન સતીશે કપડાં બદલાવી લીધા હતા. ત્યાંથી તેઓ મોરબીથી ઇકો ભાડે કરી માર્યા ગયા અને ત્યાંથી રાજસ્થાની બસમાં બેસી ઉદયપુર જયપુર દિલ્હી થઈ પલવલ હરિયાણા ખાતે તેમજ ત્યાંથી ભીવંડી પહોંચ્યા હતા. ભીવંડીથી બધા છુટા પડ્યા હતા અને ત્યારબાદ અવિનાશ અને શુભમ રેવાડી હરિયાણા ખાતે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા લાગ્યા હતા. હાલ પોલીસે શુભમ સોવરનસિંગ, સુરેન્દ્ર હમીરસિંગ, અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસિંગ અને બીકેશ પરમારને રૂ. 62.37 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. અને નાસી છુટેલા સતીશ સોવરનસિંગને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઇ ચુક્યા હોય કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ છે.