ગોકુલધામ પાસે આવેલા આંબેડકરભવન આરોગ્ય કેન્દ્રમાં એક વ્યક્તિને ત્યાંનો ચોકીદાર બે ટોકન આપી રૂ. 200 વસુલે છે
દરમિયાન કેન્દ્રમાં મેયર પ્રદીપ ડવે પહોંચી ડોક્ટર સહિતનાં સ્ટાફને વેકસીન માટે ચાલતી ટોકનની વહેંચણીમાં કોઈ ગોલમાલ ન થાય તે માટે સૂચનાઓ આપી
મેયરની પીઠ પાછળ જ ટોકનનું વેચાણ ચાલુ હતું પરંતુ મેયરને ગંધસુદ્ધા આવી ન હતી
WatchGujarat. શહેરમાં કોરોના સામે લડવા માટે વેકસીન લેવી જરૂરી હોવાની જાગૃતિ લોકોમાં જોવા મળી રહી છે. અને વેકસીનેશન કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો લાગી રહી છે. દરમિયાન વેકસીન માટેના ટોકનમાં પણ ગોલમાલ થતી હોવાનું સામે આવતા મેયરે જાતે જઈને સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જો કે તેમની આ વિઝીટ દરમિયાન જ એકતરફ તેઓ ટોકનમાં ગોલમાલ ન થાય તે માટે સૂચનાઓ આપતા હતા. બીજીતરફ એ કેન્દ્રમાં જ ચોકીદાર બે ટોકનનાં રૂ. 200 વસુલતો હતો. ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે.
https://youtu.be/6btRlMl3Oys
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગોકુલધામ પાસે આવેલા આંબેડકરભવન આરોગ્ય કેન્દ્રમાં એક વ્યક્તિને ત્યાંનો ચોકીદાર બે ટોકન આપે છે. ત્યારબાદ એક કેબિનની પાછળ જઈને આ ટોકનનાં બદલામાં રૂ. 200 વસુલે છે. બરાબર આ સમયે આ આરોગ્ય કેન્દ્રમાં મેયર પ્રદીપ ડવ પહોંચ્યા હતા. અને ડોક્ટર સહિતનાં સ્ટાફને વેકસીન માટે ચાલતી ટોકનની વહેંચણીમાં કોઈ ગોલમાલ ન થાય તે માટે સૂચનાઓ આપી રહ્યા હતા. ત્યારે ચોકીદાર ટોકન વેંચીને રોકડી કરી રહ્યો હતો. આમ મેયરની પીઠ પાછળ જ ટોકનનું વેચાણ ચાલુ હતું પરંતુ મેયરને ગંધસુદ્ધા આવી નહોતી.
જાણવા મળી રહેલી વિગતો મુજબ, ટોકન મેળવ્યા બાદ ફરજ પરના કર્મચારીએ તમારા ટોકનનો ક્રમ જતો રહ્યો હોઈ ડોક્ટરની સહી કરાવવા જણાવ્યું હતું. આ સમયે પણ ચોકીદાર સાથે આવ્યો હતો અને તેણે આ ભાઇ સવારે લાઈનમાં ઉભા રહી ટોકન લઇ જતા રહ્યા હતા. એટલે તેમને સહી કરી આપો તેવી આદેશાત્મક રીતે વાત કરી હતી. ડોકટર દરજ્જાનાં વ્યક્તિ સાથે ચોકીદાર દ્વારા આવી રીતે વટભેર વાત કરવી તે પણ અન્ય લોકોની સંડોવણી હોવાની આશંકા ઉભી કરે છે. ત્યારે આ મુદ્દે પણ તપાસ કરવી જરૂરી છે.