• રાજકોટના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મેહુલને કાઉન્સેલિંગની ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી આપવાનું નવું કામ સોંપ્યુ
  • મેહુલનું કામ રોજબરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું શરૂ કરતા દર્દીઓ જુમે અને તેઓનું દર્દ ભુલાય જાય
  • હાલ મેહુલ ગિટાર ઉપરાંત હાર્મોનિયમ, કી-બોર્ડ અને તબલા પણ વગાડી શકે છે

WatchGujarat. મૂળ સંગીતના શિક્ષક મેહુલ પાસે કોરોનાને લઈને સ્કૂલ બંધ હોઈ કોઈ કામ હતું નહીં. એટલે તેણે સમરસમાં એટેન્ડન્ટ તરીકે કામ મેળવ્યું હતું. દરમિયાન તેમના પિતાને કોરોના થતા સમરસમાં દાખલ કરાયા હતાં. દર્દીઓની સંભાળ દરમ્યાન તેમના પિતાને તેઓ ગીત ગાઈ સંભળાવતા હતા. આ વાત પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના ધ્યાને આવતા તેઓએ મેહુલ વિષે વધુ જાણકારી મેળવી હતી. ત્યારબાદ મેહુલની ગીતસંગીતની સાધના જોઇને તેમને કાઉન્સેલિંગની ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી આપવાનું નવું કામ સોંપ્યુ છે.

આ કામ મળતા જ મેહુલને તો ‘ભાવતું તું ને વૈદે કહ્યું’ જેવી સુખદ પરિસ્થિતિ ઉભી થઈ. બસ પછી મેહુલનું કામ રોજબરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું. દર્દીઓ પણ સુરમાં સુર મિલાવી, તાળીઓના તાલે જુમે… ને તેઓનું દર્દ ભુલાય જાય. દર્દીઓ ભજન તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મના ગીતોની ફરમાઈશ કરે, મેહુલ પુરી કરે. દર્દીઓ આવે ત્યારે અને સાજા થઈ પરત ઘરે ફરે એટલે ગિટારની ધૂન પર ગાયન સંભળાવી માહોલ ખુશનુમા કરી દે. તેમની આ કામગીરીથી મેનેજમેન્ટ પણ ખુશ છે.

મેહુલના જણાવ્યા મુજબ આ કામમાં અન્ય સ્ટાફ નર્સ અને અટેન્ડેન્ટ પણ તેમનો સાથ આપે છે. કોરોના પૂર્વે તે રાષ્ટ્રીય શાળા તેમજ સર્વોદય સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કાર્યરત હતાં, પરંતુ લોકડાઉનને કારણે સ્કૂલ બંધ થઈ જતા તેઓને સમરસમાં આ કામગીરી કરવા મળી છે. હાલ મેહુલ ગિટાર ઉપરાંત હાર્મોનિયમ, કી-બોર્ડ અને તબલા પણ વગાડી જાણે છે. અને તબલામાં તો તેમણે 4 વર્ષનો કોર્સ કરેલો છે. તેઓ લાઈવ પર્ફોમન્સ આપે ત્યારે સતત 3 કલાક સુધી ગીતો ગાઈ શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પીપીઈ કીટ અને માસ્ક પહેરી પહેલા તો ગીત ગાવામાં અને ગિટાર વગાડવું ફાવતું નહીં, પરંતુ ધીરે ધીરે ફાવી ગયું અને હવે કોઈ જ મુશ્કેલી વગર શાનદાર પર્ફોમન્સ આપી શકાય છે. અને

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

સમરસ કોવીડ સેન્ટર ખાતે આવનારા દિવસોમાં દર્દીઓ રહે કે ના રહે પણ પોતાના ગીતની ધૂન ગુંજતી રહેશે. તેના ફેવરિટ સિંગર સોનુ નિગમ છે જયારે ભજનોમાં શ્રીનાથજીના સહિત અનેક ભજનો તેઓ ગાઈ શકતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud