• માનસીબેન ભાવિનભાઇ સરવૈયા નામની 24 વર્ષીય પરિણીતાએ પોતાનાં ઘરે ઉપરનાં રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
  • પરિવારજનોએ તત્કાલ અસરથી માનસીને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી
  • યુવતિએ અચાનક આ પગલું શા માટે ભર્યું તે હજુ જાણી શકાયું નથી

Watchgujarat. ઓમનગર વિસ્તારમાં હૈયું હચમચાવતી એક ઘટના સામે આવી છે. જેમાં ચાર દિવસ પહેલા લગ્નનાં તાંતણે બંધાયેલી માનસી સરવૈયા નામની યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. હાથોની મહેંદી સુકાય તે પૂર્વે નવોઢાએ પોતાનું જીવન ટૂંકાવી લેતા અરેરાટી ફેલાઈ છે.

જાણવા મળતી વિગત અનુસાર, શહેરનાં 150 ફૂટ રોડ પરનાં ઓમ નગર શેરી નંબર 2માં રહેતી માનસીબેન ભાવિનભાઇ સરવૈયા નામની 24 વર્ષીય પરિણીતાએ પોતાનાં ઘરે ઉપરનાં રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ભાભીએ આપઘાત કર્યાની જાણ થતા સૌપ્રથમ તેમના નણંદને થઇ હતી. ભાભીની લાશ લટકતી જોઇ નણંદે દેકારો મચાવ્યો હતો. જેના પગલે આસપાસનાં લોકો એકત્ર થયા બાદ પરિવારજનોએ તત્કાલ અસરથી માનસીને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાયો છે.

ઘટના અંગે સિવિલ હોસ્પિટલ ચોકીથી બનાવ અંગેની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી. જેને લઈ પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતક માનસીનાં માતા-પિતા રાજકોટ શહેરનાં મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં રહે છે. ચાર દિવસ પહેલા તેણીનાં લગ્ન થયા હતા. અને લગ્ન બાદ તે પોતાનાં પતિ સાસુ સસરા તેમજ નણંદ સાથે સંયુક્ત કુટુંબમાં ઓમનગર આવી હતી. જો કે તેણે અચાનક આ પગલું શા માટે ભર્યું તે હજુ જાણી શકાયું નથી. હાલ પોલીસે આ અંગે તેના પરિવારજનો સહિતનોની પૂછપરછ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud