• 85 વર્ષીય રૂપબેન જેરામભાઇ જેઠવાની કોરોના સંક્રમિત થતા સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલનાં કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા
  • સારવાર બાદ ચારધામની યાત્રા કરીને પરત આવે તેનું સ્વાગત થાય તે રીતે રૂપબેનનાં પરિવારનાં 64 સભ્યો ફુલહાર પહેરાવી તેમને વાજતે ગાજતે ઘરે પરત લાવ્યા
  • ભાવભીના આવકારથી બા ગદગદીત થયા

WatchGujarat. કોરોનાએ વિશ્વભરમાં ભરડો લીધો છે. જો કે લાખો લોકો કોરોના સામે જંગ જીતી પણ ચૂક્યા છે. ઘણા એવા પણ લોકો છે જેમણે કપરી પરિસ્થિતિમાં પણ કોરોનાને હરાવ્યો છે. ત્યારે ગોંડલ ખાતે પણ 85 વર્ષની ઉંમરનાં માજીએ 13 દિવસોની સારવાર બાદ કોરોના સામે જંગ જીતી છે. તેમના સ્વસ્થ થતા જ 64 લોકોના પરિવારે ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ વાજતે ગાજતે દવાખાનેથી ઘરે લાવવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા 85 વર્ષીય રૂપબેન જેરામભાઇ જેઠવાની કોરોના સંક્રમિત થતા સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલનાં કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સતત 13 દિવસની સારવાર બાદ તેઓ ફરી તંદુરસ્ત થતા જ પરિવારમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો. તેમજ ચારધામની યાત્રા કરીને પરત આવે તેનું સ્વાગત થાય તે રીતે રૂપબેનનાં પરિવારનાં 64 સભ્યો ફુલહાર પહેરાવી તેમને વાજતે ગાજતે ઘરે પરત લાવ્યા હતા.

આ અંગે ગોંડલ મામલતદાર ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા રૂપબેનના પૌત્ર મિલનભાઈ કહે છે કે, દાદીમાં કોરોના સંક્રમિત થતા જ પરિવારનાં સભ્યો ચિંતાતુર બન્યા હતા. અને દાદીમાંના 7 દીકરા 3 દીકરીઓના પરિવારના 64 સદસ્યો તેઓના ઘરે પરત આવવાની કાગડોળે રાહ જોતા હતા. જો કે પરિવારનાં વટવૃક્ષ સમાન દાદીમા દવાખાનેથી ફોન કરીને કહેતા કે, દવાખાનું-ડોકટર અને સ્ટાફ ખૂબ સારો છે. હું કાલે જ સાજી થઈ ઘરે આવી જઈશ.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, હાલ રૂપાબેન પુત્ર અશોકભાઈની સાથે રહે છે. તેમના મોટા ભાગના સંતાનો ગોંડલમાં ચા-પાનની દુકાન ચલાવીને ઘર ગુજરાન ચલાવે છે. પરિવારના વટ વૃક્ષ સમાન દાદીમાં ઘરે પરત આવતા જેઠવાની પરિવારમાં ખુશીઓનો પાર રહ્યો ન હતો. અને ઘરના વડીલો ચારધામની યાત્રાએથી પરત ઘરે આવે ત્યારે ગામના ચોરેથી તેમનું ફુલહાર પહેરાવી વાજતે ગાજતે સ્વાગત કરે તેવી જ રીતે રૂપબેનનું સ્વાગત કરવામાં આવતા તેઓ પણ ગદગદિત થયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud