• વેક્સિનેશન જાગૃતિનાં પોસ્ટર ઉપર પીએમ નરેદ્ર મોદી અને ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચહેરા પર કાળી શાહી ઉડાડી રોષ પ્રગટ કર્યો
  • IAS અધિકારી પોતાની માલિકીની પેઢી હોય તેમ વર્તન કરી રહ્યાં છે
  • સરકાર વેકસીન મફત આપે છે પરંતુ કંપનીઓને તો તેના રૂપિયા પ્રજાના પૈસે ચૂકવાય છે. – અશોક પટેલ

Watchgujarat. શહેરનાં આમ્રપાલી અંડરબ્રીજ પર સાંજે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના પોસ્ટર પર એક સિનિયર સિટીઝને કાળી શાહી ફેંકી હતી. અશોક પટેલ નામના આ વૃદ્ધે વેકસીનેશનની પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનાં આરોપ સાથે આ કૃત્ય કર્યું હતું. જેમાં બ્રીજ નજીક લગાવવામાં આવેલા વેક્સિનેશન જાગૃતિનાં પોસ્ટર ઉપર પીએમ નરેદ્ર મોદી અને ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચહેરા પર કાળી શાહી ઉડાડી રોષ પ્રગટ કર્યો હતો. આ અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસે તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાયરલ વીડિયોમાં અશોક પટેલે આક્ષેપો કર્યા છે કે, સરકાર વેકસીન મફત આપે છે પરંતુ કંપનીઓને તો તેના રૂપિયા પ્રજાના પૈસે ચૂકવાય છે. જે ફન્ડિંગ થાય છે તે રાજકીય પાર્ટીમાં જાય છે. વિનામૂલ્યે આપવામાં આવતી વેક્સિનનો ફાયદો કંપનીઓને અને ભાજપને થઇ રહ્યો છે. તેનાથી ભાજપની તિજોરી છલકી રહી છે. સરકાર ક્યાં સુધી આ હકીકત છૂપાવશે. સરકારે ખુલ્લેઆમ નીતિ બનાવી છે, અને બેરોકટોક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, અશોક પટેલ અને તેની સાથે એક વ્યક્તિ નજરે પડે છે. આ વ્યક્તિ જણાવે છે કે, વારંવાર આ અંગે કલેક્ટરને પત્રો લખ્યા છે. પરંતુ IAS અધિકારી પોતાની માલિકીની પેઢી હોય તેમ વર્તન કરી રહ્યાં છે. આવા લોકોને ભગાડવા જોઇએ. બાદમાં અશોક પટેલ દ્વારા હોર્ડિગમાં નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીના ચહેરા પર કાળી શાહી તેનું ઉડાડી મોઢું કાળુ કરવામાં આવી રહ્યું છે. આ તકે કોણ છે આ લોકો જે આપણને વેક્સિન લેવા કહે છે ? તેવો સવાલ અશોક પટેલ પૂછી રહ્યા છે. અને કાળી શાહી ફેંકી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud