યુનિવર્સિટી રોડ પરના ન્યુ ડે સ્પામાં કામ કરતો યુવક અનિરૂદ્ધ સંગાર, મિઝોરમની મીના આહીરાઈ, પ્રમાયા આહીરાઈ અને સુચી લુછાઈ શુક્રવારની મોડીરાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે પહોંચ્યા
મોડીરાત્રે સ્પાનો મેનેજર વિજય હાથમાં ગંભીર રીતે ઘવાયેલી સ્થિતિમાં દાખલ થયો
એક તબક્કે સ્પાની એક યુવતી પર મેનેજરે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ પણ થયો
પોલીસે સ્પાના સંચાલક મોરબીના કાદર નિયમત સિપાહી અને મેનેજર વિજય વિશ્વકર્મા સામે પ્રોહિબિશન હેઠળનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી
WatchGujarat. ગુરુવારે મોડીરાત્રે શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યૂડે સ્પામાં દારૂની મહેફિલ બાદ નશામાં ધૂત યુવતિએ સિવિલ હોસ્પિટલમાં હંગામો કર્યો હતો. જેમાં સંચાલક સહિતનાએ દારૂની બોટલ વડે હુમલો કર્યાનો તેમજ મેનેજરે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. જો કે આ સમગ્ર મામલે ભીનું સંકેલાયું હોય તેમ સ્પાનાં મેનેજર અને સંચાલક સામે વિદેશી દારૂની એક બોટલ મળી આવવાનો ગુનો નોંધાયો છે. તેમજ ઇજાગ્રસ્તો દ્વારા કાચની બોટલ અકસ્માતે જ લાગી હોવાનું અને દુષ્કર્મનું નિવેદન નશામાં આપ્યું હોવાનું જણાવાયું છે. પોલીસે પણ આ વાત સ્વીકારી લઇ એ મુદ્દે કોઇ કાર્યવાહી કરી નથી.
https://youtu.be/nSvsM46Eouk
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો યુનિવર્સિટી રોડ પરના ન્યુ ડે સ્પામાં કામ કરતો યુવક અનિરૂદ્ધ સંગાર, મિઝોરમની મીના આહીરાઈ, પ્રમાયા આહીરાઈ અને સુચી લુછાઈ શુક્રવારની મોડીરાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે પહોંચ્યા હતા. સ્પામાં ઇમરાન સહિતના શખ્સે હુમલો કર્યાનો આક્ષેપ તેમણે કર્યો હતો. અને ઉપરોક્ત ચાર પૈકીની સુચી નશાખોર હાલતમાં મળી આવતા પોલીસે તેની સામે નશો કરવાનો ગુનો નોંધ્યો હતો. બાદમાં મોડીરાત્રે સ્પાનો મેનેજર વિજય હાથમાં ગંભીર રીતે ઘવાયેલી સ્થિતિમાં દાખલ થયો હતો. અને તેણે પણ સ્પાના સંચાલકોએ કાચની બોટલથી હુમલો કર્યાનું જે તે વખતે કહ્યું હતું. એક તબક્કે સ્પાની એક યુવતી પર મેનેજરે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ પણ થયો હતો.
જોકે બાદમાં યુવતીએ નશાખોર હાલતમાં બફાટ કર્યાનું પોલીસે જાહેર કર્યું હતું. બાદમાં શનિવારે ગાંધીગ્રામ પોલીસે સ્પામાં દરોડો પાડ્યો હતો. અને સ્પાના રૂમમાં છુપાવેલી એક બોટલ દારૂ શોધી કાઢી હતી. પોલીસે સ્પાના સંચાલક મોરબીના કાદર નિયમત સિપાહી અને મેનેજર વિજય વિશ્વકર્મા સામે પ્રોહિબિશન હેઠળનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. જોકે મારામારીના મામલામાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી.
સ્પાનાં મેનેજર વિજય અને હાઉસકીપિંગ અનિરૂદ્ધ સંગારને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. બંનેએ જેતે સમયે હુમલો થયાનું કહ્યું હતું, પરંતુ બાદમાં સમાધાન થઇ જતાં કાચની બોટલ અકસ્માતે લાગ્યાનું ફેરવી તોળ્યું છે. તો પોલીસે પણ બંનેની વાત સ્વીકારી લઇ એ મુદ્દે કોઇ કાર્યવાહી નહીં કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.