નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ નોંધાયેલા કેસની તપાસ જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક ચલાવી રહ્યા છે
ગુજસીટોક કાયદાની કલમ 18 માં સંગઠીત ગુનામાં ઝડપાયેલ આરોપીની પૈસા થતા મિલકત જપ્તીનું પ્રાવધાન છે. - સાગર બાગમારે
આશરે રૂપિયા 65 લાખની મિલકત જપ્તી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી
Watchgujarat. ગોંડલ જેલમાં રહી ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર નામચીન નિખિલ દોંગા અને તેના સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. ગેંગને જેલહવાલે કરી દેવામાં આવી છે. આજે ગેંગનાં સૂત્રધાર નિખિલ દોંગાનાં નાણાકીય વહીવટનો હિસાબ રાખનાર પીયૂષ કોટડીયાની ગોંડલ ખાતેની મિલ્કત ગૃહ ખાતાનાં આદેશથી પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવી છે. ગુજસીટોક કેસની મિલકત જપ્તીની કદાચ આ પ્રથમ ઘટના હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે.
જાણવા મળતી વિગત મુજબ, નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ નોંધાયેલા કેસની તપાસ જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક ચલાવી રહ્યા છે. દરમિયાન રાજ્યનાં ગૃહ વિભાગ ગાંધીનગર સેકશનનાં અધિકારી દ્વારા પિયુષ કોટડીયાનું ગોંડલનાં શાસ્ત્રીનગર સ્થિત મકાન જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે આજરોજ જેતપુર મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અને આ મકાનની જપ્તી લીધી હતી.
સાગર બાગમારે કહ્યું હતું કે, ગુજસીટોક કાયદાની કલમ 18 માં સંગઠીત ગુનામાં ઝડપાયેલ આરોપીની પૈસા થતા મિલકત જપ્તીનું પ્રાવધાન છે. જે મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આ મકાનની બાદ શાપર ખાતેનો પિયુષ કોટડીયાનો ખાલી પ્લોટ છે. જેને પણ જપ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આશરે રૂપિયા 65 લાખની મિલકત જપ્તી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગૃહ વિભાગ દ્વારા વધુ આદેશ અપાશે તો વધુ મિલકતો પણ જપ્ત કરવામાં આવશે. સાથે જ અન્ય આરોપીઓ સામે પણ આ પ્રકારની કાર્યવાહી થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.