• જ્યુબિલી ગાર્ડન પાસે આવેલા મેડિકલ સ્ટોર પાછળના નાળામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો.
  • 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Watch Gujarat. સિવિલ હોસ્પિટલમાં લીવરનું ઓપરેશન કર્યા બાદ ડૉક્ટરે પાણી પીવાની ના પાડતાં દર્દી ભેદી સંજોગોમાં હોસ્પિટલમાંથી જતો રહ્યો હતો. આજે સવારે તેનો મૃતદેહ જ્યુબિલી ગાર્ડન પાસે આવેલાં મેડિકલ સ્ટોરની પાછળના નાળામાંથી મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, યુવાનના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે આ મામલે દર્દીના હોસ્પિટલ છોડી જવાના કારણ તેમજ નાળા સુધી પહોંચવા અંગેની કડીઓ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.

આજે સવારે જ્યુબિલી ગાર્ડન પાસે આવેલા મેડીકલ સ્ટોર પાછળના નાળામાં એક યુવકની લાશ નજરે પડતાં આવતાં ચકચાર મચી હતી. બનાવ અંગે જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવકના શરીર પર ઓપરેશન કરાવ્યું હોવાનો ચેકો તેમજ નળીઓ લાગેલી હોવાથી પોલીસે મૃતક કોઈ દર્દી હોવાની આશંકાએ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી. જેમાં સિવિલ હોસ્પિટલમાં મૃતકનાં પરિવારજનો મળી આવ્યા હતાં. અને મૃતક જસદણ લાતી પ્લોટમાં રહેતો નિતીન ભીખા બારૈયા હોવાનું જાણવા મળ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, એક પુત્ર અને બે પુત્રીનો પિતા એવો નિતીન સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. લીવરની તકલીફ હોવાથી ગત સોમવારે તેને રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મંગળવારે લીવરનું ઓપરેશન થયા બાદ તે સ્વસ્થ થયો હતો. જોકે, તબીબોએ પાણી પીવાની ના પાડી હતી. છતાં તે પરિવારજનો પાસે પીવાનું પાણી માંગ્યા કરતો હતો. અમીબહેનને તેના પતિની દેખરેખ રાખવા મૂકીને પરિવારજનો ઘરે ગયા હતાં. દરમિયાનમાં અમીબહેન રિપોર્ટ બનાવવા માટે ગયા હતાં ત્યારે નિતીન હોસ્પિટલમાંથી નિકળી ગયો હતો. નિતીન ગૂમ થઈ જવા અંગે જાણ થતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. અને પ્ર.નગર પોલીસમાં આ અંગે યુવક ગૂમ થયો હોવાની જાણ કરી હતી.

દરમિયાન આજે સવારે તેનો મૃતદેહ મળી આવતા પરિજનો હતપ્રભ બની ગયા છે. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. જો કે પાણી પીવા માટે નિકળેલા યુવકનો મૃતદેહ મળતા પોલીસે મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud