• સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવતા નાગરીકોને ઇ-સર્ટિફીકેટ આપી સન્માનિત કરવાની યોજના આજથી લોન્ચ કરાઈ
  • નાગરિકોએ  મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકેલ એક લિંક થકી સ્વચ્છતા અનુસંધાને પોતે આપેલ સહયોગ અને કરેલ વિગતો રજુ કરવાની રહેશે
  • સ્વચ્છતા અંગેની આ નવી પહેલનો આજથી પ્રારંભ થયો છે

WatchGujarat. આજે કોર્પોરેશનનો 49મો જન્મદિવસ છે. આ નિમિત્તે આજરોજ મેયર ડોકટર પ્રદીપ ડવ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત હવેથી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવતા અને કામ કરનારને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવનાર છે. આ માટે મનપાની વેબસાઈટ પર મુકેલ લિંક થકી સ્વચ્છતા અનુસંધાને લોકોએ પોતે આપેલ સહયોગ સહિતની વિગતો રજુ કરવાની રહેશે જેની ચકાસણી કરી જે-તે નાગરિકને ઈ-સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે.

આ અંગે મેયરે કહ્યું હતું કે, સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવતા નાગરીકોને ઇ-સર્ટિફીકેટ આપી સન્માનિત કરવાની યોજના આજથી લોન્ચ કરાઈ છે. લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને પ્રત્યેક નાગરિક સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ કામગીરી કરી રહેલ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને શહેરને સ્વચ્છ રાખવા બાબતે નાગરિકોનો સહયોગ પણ તે માટે નાગરિકોના સ્વચ્છતા અંગેના ઉમદા અભિગમની સરાહના કરવા માટે, વ્યક્તિગત રૂપે યોગદાન આપી રહેલા પ્રત્યેક નાગરિકને એક ઈ-સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે.

વધુમાં મેયરે જણાવ્યું હતું કે, આ માટે નાગરિકોએ  મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકેલ એક લિંક થકી સ્વચ્છતા અનુસંધાને પોતે આપેલ સહયોગ અને કરેલ વિગતો રજુ કરવાની રહેશે જેની ચકાસણી કરી જે-તે નાગરિકને ઈ-સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. નાગરિકોના આવા ઉમદા અભિગમની સરાહના કરવા માટે, મહાનગરપાલિકાની સ્વચ્છતાની આ ઝુંબેશમાં વ્યક્તિગત રૂપે યોગદાન આપી રહેલ પ્રત્યેક નાગરિકને એક ઈ-સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. સ્વચ્છતા અંગેની આ નવી પહેલનો આજથી પ્રારંભ થયો છે.

રંગોળી સ્પર્ધાના સ્પર્ધકોનો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વોકલ ફોર લોકલ અનુસંધાને આર્ટિસ્ટને પ્રોત્સાહીત કરવા રેસકોર્સ ખાતે મેગા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થયેલા સ્પર્ધકોને આજે પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. રંગોળી સ્પર્ધામાં બે ભાગ પાડવામાં આવ્યા હતા. એક વ્યક્તિગત રંગોળી અને બીજી ગ્રુપ રંગોળી. બન્ને કેટેગરીમાં 5-5 વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ નંબરને 21 હજાર અને ગ્રુપ રંગોળીમાં પ્રથમ નંબરને 31 હજાર રૂપિયા ઇનામ આપવામાં આવ્યા હતા. ઉપરાંત 75 સ્પર્ધકોને પ્રોત્સાહન પુરસ્કાર પણ અપાયા હતા. જેમાં પણ વ્યક્તિગત કેટેગરીમાં 40 આર્ટિસ્ટને એક એક હજાર રૂપિયા અને ગ્રુપ કેટેગરીમાં કુલ 25 ગ્રુપને બબ્બે હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners